પોલેન્ડ બોર્ડર પર એન્ટ્રીની મનાઈ કરી દેવાતા જીવ અધ્ધર થઇ ગયો: યશસ્વી શાહુ

0
605

રસિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધમાં યુક્રેઇનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓએ ભારે હાડમારીનો સામનો કર્યો છે. ગઈ કાલે ભારતીય વાયુસેનાએ ૭૯૮ ભારતીયોનું એરલીફ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ત્રણ વિદ્યાર્થીઓઓનો સમાવેશ થયો હતો. પરત જામનગર ફર્યા બાદ મેડીકલ વિદ્યાર્થીની યશસ્વી સાહુએ પોતાના કષ્ટદાઈ પાંચ દિવસોને યાદ કરી દાસ્તાન કહી હતી.

જામનગરમાં ઢીંચડા રોડ પર રહેતા પરપ્રાંતીય પરિવારની યશસ્વી શાહુ મેડીકલ અભ્યાસ અર્થે યુક્રેઇન ગઈ હતી. ટર્નોપોલ યુનીવર્સીટીની મેડીકલ કોલેજના ચોથા સેમમાં અભ્યાસ કરતી શાહુ ગઈ કાલે પરત ફરતા પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. પરત ફરેલી યશસ્વીએ યુદ્ધ જાહેર થયા બાદની સ્થિતિનું વર્ણન કરતા તેના ચહેરા પર એ ભયાનકતા ફરી વખત તરવરી ઉઠી હતી. ‘એ છ દિવસો જીવનભર યાદ રહેશે એમ કહી યશસ્વીએ કઠીન પરિસ્થિતિને યાદ કરી હતી, યુદ્ધ થશે જ એમ લાગતા મારા માતાપિતાએ મને પરત બોલાવી લીધી હતી. તા. ૨૫મીના મારી ફ્લાઈટ બુક થઇ ગઈ હતી. પણ બોરીસપીલમાં રસિયાએ એટેક કરી દેતા જ મારી ફ્લાઈટ રદ થઇ ગઈ, જેને લઈને અમારું ભારતીય વિદ્યાર્થીઓનું ગ્રુપ એકત્ર થયું અને હવે શું કરવું તેનું આયોજન કરવા લાગ્યા, પણ બહાર નીકળી શકાય એવી સ્થિતિ ન હતી. સમયાન્તરે બોમ્બબારી થતી હતી. જયારે જયારે આપાતકાલીન સાયરન વાગવાનું શરુ  થતા જ મારા સહીતનું અમારું ગ્રુપ બંકરમાં ઘુસી જતા,

જેવી પરિસ્થિતિ થોડી હળવી પડતા સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઈજરીને લઈને અમારા ગ્રુપે જે વાહન મળ્યું તે પકડી બોર્ડર તરફ કુચ કરી, અમે આ કુચ દરમિયાન ચાલીસેક કિલોમિટર પગપાળા ચાલ્યા હતા. સેની મડીકા બોર્ડ પહોચતા જ જાહેર કરવામાં આવ્યું કે પોલેન્ડ બોર્ડ બંધ કરી દેવામાં આવી છે. આવું સંભાળતા જ અમારા ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ રડવા લાગ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે અમારા ગ્રુપમાંથી અમુક વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર તરફ કુચ કરી હતી.

અમે બે દિવસ સુધી પોલેન્ડ બોર્ડર પર વિતાવ્યા બાદ પોલેન્ડ ગવર્મેન્ટે સરહદ પ્રવેશ આપતા જ અમે યુક્રેઇન છોડવામાં સફળ રહયા હતા. પોલેન્ડ સરકારે તમામ વિદ્યાર્થીઓનો આદર કર્યો હોવાનું સાહુએ ઉમેર્યું હતું. પોતાની પુત્રી પરત ફરતા તેણીની માતાએ પણ ભગવાનની  સાથે ભારત અને પોલેન્ડ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here