અરેરાટી: જામનગરની ધ્રુવા જોશીની રાજકોટમાં હત્યા

2
2068

જામનગરની ધ્રુવા જોશી નામની યુવતીની રાજકોટમાં નિર્મમ હત્યા નીપજવવામાં આવી છે. કચ્છના યુવાન સાથે એક હોટેલમાં રોકાયા બાદ આ જ યુવાને પોતાની ટાઈ વડે ગળાફાસો આપી યુવતીને પતાવી દઈ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. હત્યા પૂર્વે અંદેશો આવી જતા ધ્રુવાએ જામનગર રહેતા માતાની મદદ માંગી હતી પણ વાલીઓ રાજકોટ પહોચે તે પૂર્વે જ આરોપીએ ધ્રુવાને પતાવી દીધી હોવાનું જાહેર થયું છે. બંને વચ્ચે કઈ બાબતને લઈને કંકાસ થયો ? હત્યા સુધી મામલો કેવી રીતે પહોચ્યો સહિતનો તાગ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટના છે રાજકોટના કરણપરા વિસ્તારની, અહી  આવેલ નોવા હોટેલમાં ગઈ કાલે સવારે કચ્છનો જેમીસ દેવાયતકા અને જામનગરની ધ્રુવા જોશીએ હોટેલમાં રૂમ બુક કરાવી ઉતર્યા હતા. સવારે નવેક વાગ્યે હોટેલમાં આવેલ બંને યુવા હૈયાઓએ આખો દિવસ હોટેલના રૂમમાં રહ્યા હતા. દરમિયાન યુવતીના વાલી જામનગરથી રાજકોટ પહોચ્યા ત્યારે આ ઘટના સામે આવી હતી.

કોઈ બાબતે બંને વચ્ચે ખટરાગ થતા યુવાન જેમીસે પોતાની ટાઈ વડે યુવતી ધ્રુવીકાને ફાસો આપી નિર્મમ હત્યા નીપજાવી હતી અને ત્યારબાદ પોતે પણ એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝઘડો  હત્યા સુધી પહોચી જશે એવો અંદાઝ આવી જતા યુવતીએ ફોન દ્વારા જામનગર રહેતા માતાપિતાને જાણ કરી હતી. જેને લઈને તેણીના માતા સહિતનાઓ તુરંત રાજકોટ જવા નીકળી ગયા હતા બીજી તરફ યુવાને પણ આપઘાત કરતા પૂર્વે પોતાના માતા પિતાને જાણ કરી હતી.આ બનાવ મોડી રાત્રે સામે આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને યુવતીને દેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. જયારે યુવાનને હોસ્પિટલ લઇ  જવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે એસીપી જીએસ ગેડમના જણાવ્યા મુજબ, યુવતીની હત્યા ટાઈ વડે ગળાફાસો આપી હોવાનું પ્રાથમિક તારણ છે. બંને સવારે હોટલ પર આવ્યા હતા. યુવકે યુવતીની હત્યા કરતા પૂર્વે પરિવારને જાણ કરી હતી. યુવતીએ હત્યા પૂર્વે માતાને ફોન કરી મદદ માંગી હતી. જો કે બંને વચ્ચે ઝઘડો શા માટે થયો ? સબંધમાં એવી તે કેવી તિરાડ પડી કે હત્યા સુધી મામલો પહોચી ગયો? આ તમામ મુદ્દે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. બંનેના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here