ખંભાળીયા નગ્ન કાંડ : પિક્ચર અભી બાકી હે, વધુ સખ્સોની સંડોવણી ખુલશે?

0
669

જામનગર અપડેટ્સ : ખંભાલીયાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે પોલીસની ખાતાકીય તપાસ અંતિમ ચરણમાં પહોચી છે. અગામી દિવસોમાં વધુ સખ્સોની સંડોવણી ખુલવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે. બીજી તરફ પીઆઈ સામે પણ તપાસ બાદ વધુ કડક પગલાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં નવાજુની અને નવા ધડાકા સાંભળવા મળશે એમ પોલીસ ડીપાર્ટમેંન્ટમાં ચર્ચાઓનો દોર શરુ થયો  છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે ખંભાલીયા પોલીસ દફતરના ઇન્ચાર્જ પીઆઈ સહીત નવ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ વધુ કડાકા ભડાકાના આસાર સર્જાઈ રહ્યા છે. ખંભાલીયા પીઆઈ ગઢવી અને આરોપી નજીકના સબંધી થાય છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે પીઆઈ રજા પર હતા. તેથી તેઓને લીવ રિજર્વમાં મુકાયા છે. પરંતુ રેંજ આઈજી દ્વારા રેગ્યુલર પીઆઈ પર તપાસ બેસાડી દેવામાં આવી છે. જેમાં પીઆઈ અને આરોપીઓ  વચ્ચે કેવી અને કેટલી સાંઠગાંઠ છે ? તેનો ખુલાસો થશે. સુત્રોનું માનવામાં આવે તો પીઆઈ ગઢવી અને આરોપીઓ વચ્ચે ચોક્કસ સમયે વાતચીત થતી જ રહી છે.

જો આ બાબત કદાચ સત્ય હોય તો આગામી દિવસોમાં પીઆઈ સામે પણ કડક કાર્યવાહી થશે જ એ વાત ચોક્કસ છે. બીજી તરફ પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદુ રુડાચને નગ્ન કરી બજારમાં ફેરવીને પોલીસ દફતરે લઇ જવો એ પ્રિપ્લાન હતો કે કેમ તે બાબતે ખુલાસો થયો નથી પરંતુ સુત્રોનું માનવામાં આવે તો આ બાબતનો પણ તાગ મળી ગયો છે. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન વધુ સખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આગામી દિવસોમાં જે સખ્સોના નામ ખુલ્યા છે તે સખ્સોની ધરપકડ થશે એમ પણ ઉમેર્યું હતું. ત્યારે રાજ્યભરમાં ગાજેલા આ પ્રકરણમાં હજુ વધુ કાર્યવાહીની સંભાવનાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here