દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રહેતી એક યુવતી સાથે પ્રથમ મિત્રતા કેળવ્યા બાદ પ્રેમસંબંધ બાંધી એક શખ્સે તેણીની સાથે બનાવટી લગ્ન કરી અનેક વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતાં સનસનાટી મચી જવા પામી છે. નરાધમ એ યુવતીને ગર્ભવતી બનાવી ગઈ તરછોડી દેતા ગઈકાલે યુવતીએ જામનગર હોસ્પિટલમાં પરીક્ષણ કરાવતા નવજાત મૃત્યુ ઓઆમયુ હોવાનો રિપોર્ટ આવતા તેણીને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. આ બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે આરોપી સામે બળાત્કાર સંબંધિત ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયામાં બળાત્કાર નો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ શહેરના ચોક્કસ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મનોજ વીરકુમાર કેસરી નામના શખ્સે મિત્રતા કેળવી હતી. આ મિત્રતાને પ્રેમ સંબંધનું રૂપ આપ્યા બાદ આરોપીએ તેણીની સાથે મંદિરમાં ફૂલહાર કરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. બાદમાં આરોપી મનોજે તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી, તેને ગર્ભવતી બનાવી દીધી હતી ત્યાર બાદ ચારેક માસ પહેલાં આરોપીએ તેણીને કહ્યું હતું કે મે તારી સાથે લગ્ન કરેલ નથી અને તેની સંબંધ તોડી નાખ્યો હતો. આરોપીએ ગર્ભવતી હાલતમાં તેણીને તરછોડી મૂકી હતી. દરમિયાન ગઇકાલે યુવતીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં રેગ્યુલર ચેક અપ કરાવવા ગઈ હતી. જ્યાં તબીબોએ ગર્ભમાં રહેલ બાળક મૃત પામ્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઇને યુવતીને ફરજિયાત ગર્ભપાત કરવાની ફરજ પડી હતી. આ બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે આરોપી મનોજ કેસરી સામે બળાત્કાર સંબંધ ફરિયાદ નોંધી છે. મિત્રતા અને પ્રેમ સંબંધના નામે બનાવટી લગ્ન કર્યા બાદ બળાત્કાર ગુજારતા તેને ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. જેને લઇને નરાધમ આરોપી અને પકડી પાડવા માટે પીએસઆઇ એમ જે સાગઠીયા સહિતના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.