જામનગર: શનિવારે પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સ અમદાવાદથી સપ્લાય થયો

0
538

જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ નજીક ગઈકાલે એસ.ઓ.જી પોલીસે અમદાવાદ તરફથી આવી રહેલા એક શખ્સને 5.40 લાખના મેફેડ્રોન નામના ડ્રગ્સના 54 ગ્રામ જથ્થા સાથે પકડી પાડયો છે. આરોપીને પ્રાથમિક પૂછપરછમાં તેના ભાઈની પણ સંડોવણી બહાર આવી છે. ડ્રગ્સ અમદાવાદના સખસે સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે આરોપીના ભાઈ અને અમદાવાદના શખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં વાઘેર વાળા વિસ્તારમાં મચ્છી માર્કેટમાં રહેતો સબીર ઈકબાલ નામનો શખ્સ ડ્રગ્સના ધંધાના રવાડે ચડયો હોવાની અને ડ્રગ્સ સાથે અમદાવાદથી જામનગર આવતો હોવાની ચોક્કસ હકીકત એસઓજીને મળી હતી. જેના આધારે ઇન્ચાર્જ પીઆઇ કે કે ગોહિલ સહિતના સ્ટાફ સાથે ગઈકાલે જામનગર ની ભાગોળે ખીજડિયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. જેમાં આરોપી શબ્બીર ઈકબાલ બસરને પોલીસે આંતરી લીધો હતો. આ શખ્સના કબજામાંથી પોલીસને 54 ગ્રામનો મેફેડ્રોન મળી આવ્યો હતો.

રૂપિયા 5.40 લાખની કિંમતનો જથ્થો કબજે કરી પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આરોપીના ભાઈ સમીરએ અમદાવાદ ખાતે રહેતા આદિલ પાસેથી જથ્થો લેવા મોકલ્યો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે અમદાવાદના અને આરોપીના ભાઈને ફરાર જાહેર કરી, ત્રણેય સામે એનડીપીએસ ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here