કાલાવડ : કંકાલમાં ફેરવાયેલ મહિલાની હત્યા થયાનો ઘટસ્પોટ, કારણ જાણી ચોંકી જશો

0
839

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સપ્તાહ પૂર્વે મળી આવેલ માનવ કંકાલ 50 વર્ષીય મહિલાનું હોવાનું સામે આવ્યું છે. નાની ભલસાણ ગામના બે શખ્સોને અનૈતિક સબંધ બાંધવાની ના પાડી, આ વાતને સમાજમાં લઈ જતા મહિલાની ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી લીધી હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવની વિગત મુજબ, ગત તા. 30/5/2021ના રોજ કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કણજારીયુ ડેમની પાળ નીચે અવાવરૂ જાડી જાખરા વાળી જગ્યામાથી કંકાલમાં ફેરવાયેલ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આપઘાત અને હત્યા તરફ દોરી જતા આ બનાવમાં પોલીસને સપ્તાહ બાદ સફળતા મળી હતી. ગામમાંથી તપાસ કરતા સામે આવ્યું હતું કે છેલ્લા પખવાડિયાથી મધુબેન રમેશભાઈ વાઘેલા ઉવ 50 નામના મહિલા ગુમ છે. આ દિશામાં તપાસ કરતા સમગ્ર વિગતોનો ઘસ્પોટ થયો હતો. કંકાલમાં ફેરવાયેલ મૃતદેહ મહિલા મધુબેનનો જ હોવાનું સામે આવ્યું હતું. કાલાવડ તાલુકાના લલોઈ ગામના ભુરા છગન વાજેલીયા તથા રસીક મકા વાઘેલા રહે-નાની ભલસાણ ગામ તા.કાલાવડ જી.જામનગર વાળા બંને શખ્સોની નજર આ મહિલા પર ઠરી હતી.
આ બંને શખ્સોએ તેણીની સાથે અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છા હતી. જેને લઈને બંને શખ્સોએ તેણી પાસે અનૈતિક સબંધ બાંધવાની માંગણી પણ કરી હતી. બંને શખ્સોએ કરેલ માંગણી સામે મહિલાએ ઇનકાર કરી, બન્ને આરોપીઓને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી બન્નેને નાતમા વાત કરી બન્નેને નાત બહાર કરવાની તેમજ પોલીસ કેશ કરવાની ધમકી આપી, રાડા રાડી કરવા લાગી હતી. આ બાબતના મનદુઃખ અને તેણીની પોતાની ઉપર ઇજ્જત આબરૂનો કે બળાત્કારનો કેશ કરશે કે આ વાત નાતમા જાણ કરશે તો નાત બહાર જવુ પડશે અથવા જેલમા રહેવુ પડશે અને આબરૂ જશે તેવી બિક લાગતા બંને શખ્સોએ મહિલાનું કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો. બંને આરોપીઓને તેણીની સામે સતત ખીજ ચડતા એક દિવસ આવેશમા આવી જઇ આરોપી રસીકે મધુબેનના પગ પકડેલ અને આરોપી ભુરાએ ચુંદડીમાથી લીરો ફાડી ગળા ટુપો આપી ગળુ દબાવીને મધુબેનની હત્યા નિપજાવી નાસી ગયા હતા.
આવી વિગતો સામે આવતા જ કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ એચ વી પટેલ સહિતના સ્ટાફે બંને આરોપીઓને દબોચી લીધા હતા. બંને શખ્સોની સામે મૃતકના સંબંધી રામજીભાઇ ઉફે રામો મોહનભાઇ હીરાભાઇ મંજરીયાએ હત્યા સંબંધિત ફરિયાદ નોંધાવી છે. મૃતક ફરિયાદીને ફઈજી સાસુ થતા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here