પોલીસે વાહનમાં નજર કરી કરી તો ત્રણ પશુઓની હાલત કાળજું કંપાવે તેવી હતી

0
736

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ પાસે પોલીસે એક વાહનને રોકાવી અંદર નજર કરતા ત્રણ પશુઓને ઘાતકી રીતે બાંધી કતલ ખાને લઈ જવાતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શખ્સની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકા મથકથી 6 કિમિ દૂર આવેલ ગીંગણી ગામે ગઈ કાલે પોલોસે વહેલી સવારે વોચ ગોઠવી હતી. પોલીસે પટેલ સમાજની સામેથી વહેલી સવારે છ વાગ્યે પસાર થતી મહીન્દ્રા પીકઅપ બોલેરો વાહનને પોલીસે રોકાવી તલાસી લીધી હતી. જેમાં અંદર પરમીટ વગર કે આધાર વગર આરોપી ચાલકે ત્રણ ભેંસ અને પાદરડું એમ ત્રણ જીવને ત્રાસ થાય તે રીતે બાંધી ખીચો ખીચ ભરી તેમજ નીરણ ચારણ તથા પાણીની સગવડ રાખ્યા વગર પશુ પ્રત્યે ઘાતકીપણું આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચાર જીવને અંદરથી છોડાવી સલામત જગ્યાએ લઈ જઈ ચારો આપી રક્ષણ પૂરું પાડયુ હતું.
પોલીસે ચાલક અયુબભાઇ ઉર્ફે અબ્બાસભાઇ મુસાભાઇ હિંગોરા રહે. ઢેબર ગામ તા-ભાણવડ જી-દેવભુમી દ્વારકા વાળા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here