જામનગર : શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ જ છરીના ઘા ઝીકી નીપજાવી કરપીણ હત્યા

0
991

જામનગર અપડેટ્સ : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક  નજીક આજે સવારે શાળા એ જતી શિક્ષિકા પત્નીને આંતરી લઇ પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હોવાની ઘટનાથી સનસનાટી મચી ગિયા છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને આંતરી લીધો છે. બંને વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંજામ હત્યાથી આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

જામનગરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતી નીતાબેન પ્રફુલભાઈ ડાભી ઉવ ૪૦ નામના મહિલા આજે સવારે પોતાની નાના થાવરિયા ગામે આવેલ શાળાએ નોકરી પર જતી હતી ત્યારે પાછળથી આવેલ તેણીએ પતિએ તેણીને આંતરી લીધી હતી. નીતાબેન કઈ સમજે તે પૂર્વે જ પતિએ છરી વડે હુમલો કરી તેણીનુ ઢીમ ઢાળી દીધુ હતું. પતિએ કરેલ એકાએક હુમલામાં અને છરીના બે ત્રણ પ્રહાર શરીરના ભાગે થઇ જતા તેણીની ઘટના સ્થળે જ ફસકી પડી હતી અને લોહીના ખાબોચિયા વચ્ચે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ વારદાતને અંજામ આપી તેણીનો  પતિ નાશી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસ દફતરનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. તેણીએ પતિએ જ તેણીની હત્યા  નીપજાવી હોવાનું  સામે આવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી તેણીના પતિને દબોચી લીધો હતો. આ બનાવ પાછળ ગૃહ  કલેસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસની તપાસમાં બનાવ પાછળનું સતાવાર કારણ બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here