જિલ્લા પંચાયતમાં લોલમલોલ, સરપ્રાઈઝ ચેકિંગમાં આટલા ગુટલીબાઝ કર્મચારીઓ ઉઘાડા

0
710

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા પંચાયતમાં કર્મચારીઓની ઘેર હાજરીની વ્યાપક ફરિયાદ વચ્ચે આજે બે ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી શાખાઓના પાંચ વિભાગોના  કર્મચારિઓ ગેર હાજર હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ડીડીઓએ કારણદર્શક નોટીશ આપી છે.

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીઓ વારે વારે ગુટલી મારી જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈને આજે ડીડીઓએ બે જુદી જુદી ટીમ બનાવી ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ૨૪ વિભાગોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિભાગમાં અધિકારીઓની હાજરી સામે આવી હતી જોકે શિક્ષણ વિભાગમાં જુનીયર ક્લાર્ક સી એલ દવે, સમાજ કલ્યાણ વિભાગમાં સમાજ કલ્યાણ નિરીક્ષક ડી આર સંઘાણી, પશુપાલન વિભાગમાં જુનીયર ક્લાર્ક એસપી કરમુર, આંકડા વિભાગમાં આકડા મદદનીશ એસ જી રંગીયા, અને કુટુંબ કલ્યાણ વિભાગમાં પ્રોજેક્ટનિટસ ચુડાસમા ગેર હાજર હોવાનું સામે આવ્યું હતું. જીલ્લા પંચાયતના મહેકમ મુજબ કુલ ૨૪ વિભાગમાં અધિકારીઓ સહીત કુલ ૧૩૪ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં પાંચ કર્મચારીઓની ગેર હાજરી સામે આવી હતી.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here