કાલાવડ: ટ્રીપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, પિતા-પુત્ર સહીત પાંચ ઘવાયા

0
682

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા પાસેથી ટોડા ગામ તરફ જતા એક એક બાઈક અને કારને છકડાએ ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું છે. જયારે કારમાં સવાર એક પરિવારના પિતા-પુત્ર સહીતના પરિવારને ઈજાઓ પહોચી હતી.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકથી ૧૨ કિમી દુર રીનારી ગામના પાટીયાથી ૫૦૦ મીટર આગળ ટોડા ગામ તરફ જતા રોડ પર ગઈ કાલે જી.જે.-૦૩-એ.યુ.-૫૬૫૩ નંબરની રીક્ષાએ સામેથી આવતા જીજે ૦૩ સીપી ૪૭૮૨ મોટરસાયકલને ઠોકર મારી હતી. જેમાં બાઈક પરથી રોડ પર પટકાયેલ ચાલક મગનભાઈ રૂપાભાઈ સાડમીયા ઉવ ૪૦ નામના યુવાનને જમણી બાજુ માથાના ભાગે તથા છાતીના ભાગે ડાબી બાજુ હાસડી થી હદય સુધીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત નીપજાવી રીક્ષા ચાલકે જીજે ૧૦ એફ ૮૯૭૯ નંબરની કારને જોરદાર ઠોકર મારી હતી. જેમાં કારમાં સવાર ભરતભાઇ ઉર્ફે ભકો હરીભાઇ જીવાભાઇ બાબરીયા ઉ.વ.૩૯ રહે-દડવી ગામ, બાપા સીતારામની મઢુલી સામે તા-જામકંડોરણા જી-રાજકોટ વાળા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી લોહી લુહાણ કરી તથા જયદીપભાઇને ડાબા હાથે ઇજાઓ કરી લોહી લુહાણ કરી તથા શાંતાબેનને માથાના ભાગે દશ ટાકા જેવી ગંભીર ઇજાઓ કરી તથા તેના દિકરા તનેય (ઉ.વ.૧૩) વાળાને નાકના ભાગે છોલછાલ ઇજાઓ પહોચી હતી. આ બનાવ બાદ સારવાર લઇ ભરતભાઈએ આરોપી છકડા રીક્ષા ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here