જામનગર: શહેરની ભાગોળે ધમધમતું બાયોડીઝલનું કૌભાંડ પકડાયું

0
1058

જામનગર નજીકના મોટા થાવરિયા ગામ અને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી એ ડીવીજન પોલીસે દરોડો પાડી બાયો ડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે રૂપિયા આઠ લાખના જથ્થા સાથે બે સખ્સોની ધરપકડ કરી છે. જયારે ત્રણ સખ્સોને ફરાર દર્શાવાયા છે.

જામનગરમાં મોટા થાવરીયા ગામ તથા જામનગર કાલાવડ હાઇવે રોડ ઉપર ઠેબા ગામ પાસે આવેલ અક્ષર કોમ્પલેક્ષ ખાતે આવેલ ગીતા લોજીસ્ટીક ની ઓફિસની સામે અમુક સખ્સો બાયોડીઝલનું કૌભાંડ ચલાવતા હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જયેન્દ્રભાઈ વલ્લભભાઈ દુધાગરા રહે.હરીયા કોલેજ પાસે, કૈલાશ નગર, બ્લોક નં.૭/૩ જામનગર. મુળ ગામ- નંદપુર તા.જી.જામનગર અને સાજીદભાઈ રહીમભાઈ સોરઠીયા રહે.ઠેબા ગામ, તા.જી.જામનગર. હાલ રહે.સનસીટી-૨, રોશનશાહ પીરની દરગાહની બાજુમાં, મોરકંડા રોડ જામનગર વાળા સખ્સો મળી આવ્યા હતા, પોલીસે આ સખ્સોના કબ્જામાંથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ૧૨૪૦૦ લીટર કિ.રૂ.૮,૦૬,૦૦૦ તથા ઓઇલ ૧૦૦૦ લીટર કિ.રૂ.૫૦,૦૦૦ તથા લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાકો, ૨૬ ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર તથા ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન તેમજ સ્ટેબીલાઇઝર તથા ગુનામાં ઉપયોગ કરેલ ટ્રક તથા આઇસર વાહન તથા મોબાઇલ નંગ ૩ તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂપીયા ૨૧,૮૦,૦૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને સખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક પોલીસ પૂછપરછમાં આરોપી જયેન્દ્રભાઈ વલ્લભભાઈ દુધાગરા એ પોતાના પાર્ટનર આરોપી આશિષભાઈ સોઢા સાથે મળી આરોપી  નીરવભાઇ મધુસુદનભાઈ સોની પાસેથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી તેમજ ઓઇલ મેળવી તેમજ નીરવભાઇ મધુસુદનભાઈ સોનીએ જથ્થો પુરો પાડી આરોપી જયેન્દ્રભાઈ વલ્લભભાઈ દુધાગરાએ પોતાના સાગ્રીત સાજીદભાઈ રહીમભાઈ સોરઠીયાની મદદગારીથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થો પોતાના કબ્જા ભોગવટામાં રાખી તેમજ આરોપી આઇસર ચાલક સલીમ સતારભાઈ સોરઠીયાએ ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થાની હેર-ફેર કરી, તમામ આરોપીઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલયની કોઇ મંજુરી મેળવ્યા વગર જ્વલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે ઉપયોગ કરી/ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યુ હતું.

આ બંને સખ્સોએ આશિષભાઈ સોઢા રહે.રાજકોટ મો.નં.૯૪૨૬૯૯૨૮૨૦, સલીમ સતારભાઈ સોરઠીયા રહે.ઠેબા ગામ તા.જી.જામનગર અને  નીરવભાઇ મધુસુદનભાઈ સોની મધુસુદન પેટ્રોકેમ પ્રા. લી. અમદાવાદવાળાઓની મદદથી આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામની સામે ઇ.પી.કો. કલમ- ૨૭૮,૨૮૫,૧૧૪ તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ ધારાની કલમ-૩,૭ મુજબ ફરિયાદ નોંધી આગળની કાયવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here