જામનગર: એ લૂંટારુ આરોપી અગાઉથી જ વેપારીનો ઓળખીતો નીકળ્યો

0
919

જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે પોતાની પેઢી વધાવી ઘર તરફ જતા એક વેપારીને આંતરી લઇ રૂપિયા ૪૫ હજારની રોકડ રકમની લુંટ ચલાવનાર બંને સખ્સોને એલસીબી અને સીટી એ ડીવીજન પોલીસે દબોચી લીધા છે. બંને સખ્સો પૈકી એક સખ્સ અગાઉ વેપારીની પેઢી પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી આ આરોપીને વેપારીની આવક અને તેની દિનચર્યા અંગે પ્રથમથી જ ખબર હોવાનું સામે આવ્યું છે. જામનગરના જ બંને સખ્સોની વિધિવત ધરપકડ કરી પોલીસે મુદ્દામાલ અને બાઈક કબજે કરવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં ચકચારી બનેલ લુંટના બનાવની વિગત મુજબ, શહેરના ખંભાલીયા નાકા બહાર આવેલ નાગરપરા શેરી નં-૨ ખંભાળીયા નાકા બહાર, સિધ્ધનાથ હાઉસમાં રહેતા અને ગ્રેઇન માર્કેટમાં અનાજ કારીયાણાની જ્યોતિ ટ્રેડર્સ નામની હોલસેલ પેઢી ધરાવતા પ્રકાશભાઇ ચંદ્રકાન્તભાઇ લાલ ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાની પેઢી વધાવી પોતાના એકટીવા પર ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓના ઘર નજીક નાગરપરા વિસ્તારમાં પાછળથી બાઈક પર આવેલ બે સખ્સોએ પ્રૌઢ વેપારીને આંતરી લીધા હતા. બાઈક પાછળ બેઠેલ સખ્સ વૃદ્ધના એકટીવાની પાસે આવી ધક્કો મારી પછાડી દીધા હતા. ત્યારબાદ અન્ય સખ્સે એકટીવાના આગળના હેન્ડલના હુકમાં ભરાવેલ થેલી આંચકી લઇ, અન્ય સખ્સે મરચાની ભૂક્કી વેપારીના ચહેરા પર ફેકી, બંને પોતાના બાઈક પર નાશી ગયા હતા. આ બનાવના પગલે વેપારીએ સારવાર લીધા બાદ સીટી એ ડીવીજન પોલીસમાં અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એલસીબી અને સીટી એ ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે ટેકનીકલ ટીમને સાથે રાખી જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબીની ટીમને ખાનગી બાતમીદારથી હકિકત મળી હતી કે વેપારીની આંખમા મરચાની ભુકી છાટી લૂંટ ચલાવનાર આરોપી કામીલ જાનમામદભાઇ બ્લોચ રહે. ટીટોડીવાડી જામનગર વાળો જ છે અને તે હાલ તેના ઘર નજીક આવેલ દારુલ મદ્રેસા નજીક ઉભો છે. જેને લઈને સ્ટાફ દ્વારા તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરી આરોપી કામિલને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે આ સખ્સની ઝડતી લેતા તેના કબજામાંથી રૂપિયા ૯૪૦૦ મળી આવ્યા હતા. આ ઉપરાંત સીટી સી ડીવીજન પોલીસના વિજયભાઈ કાનાણી તથા રવીભાઇ શર્મા તથા સીટી એ ડીવીજનના મહાવીરસિંહ જાડેજાને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ અન્ય આરોપી ઈમ્તિયાજ સીદીકભાઇ કુરેશી રહે. લાલખાણ, મદીના મસજીદ પાસે વાળો સંડોવાયેલ છે અને તે હાલ ખોજાનાકા, લાલખાણ પાસે હોવાનું સામે આવતા એક ટુકડીએ ઉપરોક્ત સ્થળે પહોચી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સના કબજામાંથી રૂપિયા ૪૦ હજાર કબજે કર્યા હતા. બંને સખ્સોના કબજામાંથી મળી આવેલ રોકડ રૂપિયા લુંટના જ હોવાનું સામે આવતા પોલીસે બંને સખ્સોની વિધિવત ધરપકડ કરી હતી.
બંને આરોપીઓ પાસે હાલ કઈ કામધંધો ન હોવાથી તેઓએ લુંટનો પ્લાન કર્યો હતો. જેમાં આરોપી ઈમ્તિયાઝ અગાઉ પ્રકાસભાઈ લાલની પેઢી પર કામ કરતો હોવાથી તેની તમામ ગતિવિધિથી તે પરિચિત હતો. જેથી બંનેએ આ વેપારીને નિશાન બનાવવાનું નક્કી કરી લુંટને અંજામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here