લ્યો હવે મામલતદાર ફસાયા લાંચ લેતા, આ કામ માટે માંગી લાંચ

0
946

જામનગર : દક્ષીણ ગુજરાતના વધુ એક મામલતદારને એસીબીએ લાંચ લેતા પકડી પાડ્યા છે. સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મામલતદાર ૨૫ હજારની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે. જમીન માપણીમાં રહેમ રાખવા માટે મામલતદારે રૂપિયા એક લાખની લાંચ માંગ્યા બાદ રૂ.૨૫૦૦૦નો પ્રથમ હપ્તો સ્વીકારતા સરકારી અધિકારી રંગે હાથે પકડાઈ ગયા છે.

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મામલતદાર મંગુભાઈ વસાવાએ એક અરજદાર પાસેથી જમીન માપણીમાં રહેમ રાહ રાખવા માટે ૧લાખની માંગણી કરી હતી. થોડી ઘણી બાંધછોડ બાદ મામલતદારે ૭૫૦૦૦ રૂપિયામાં ડીલ કરી હતી. જો કે આ રકમ અરજદારને આપવી ન હોવાથી તેણે સ્થાનિક એસીબી કચેરીને જાણ કરી હતી. જેને લઈને એસીબીએ આજે છટકુ ગોઠવ્યું હતું. જેમાં મામલતદાર વસાવા અરજદાર પાસેથી રૂ.૨૫૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયી ગયા હતા. સુરત એસીબીની ટીમે મામલતદાર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ લઇ સરકારી અધિકારીના બેન્ક લોકર તેમજ ઘર સુધી તપાસ લંબાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here