જામનગર :
આજે એસીબીની ટીમે જામનગર ખાતે ટ્રેપ કરી એક જેલ સહાયક પોલીસ કર્મી
અને વચેટિયાને રૂપિયા બે હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. કોરોનાકાળમાં પન જેલમાં પણ મસાલા અને અન્ય સવલતો માટે કેદીના સગા પાસેથી રૂપિયા બે હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.
જામનગર જિલ્લા જેલમાં રહેલા કાચા અને પાકા કામના કેદીઓને જેલ અંદર પણ મસાલા અને અન્ય સવલતો માટે જીલ્લા જેલ જામનગરના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સબંધીઓ પાસેથી લાંચ પેટે રૂ. 1000 થી રૂ. 5000ની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવે છે. આવી માહિતી એક જાગૃત નાગરીક તરફથી આ માહિતીના ડોકોયર તરીકે સહકાર મેળવી, ડિકોયનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડિકોયરના જેલમાં રહેલ સંબંધીને જેલમાં ઉપરોક્ત સવલત આપવા માટે આરોપી સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, ઉ.વ.21, નોકરી:લોકરક્ષક(જેલ સહાયક જામનગર ) વર્ગ-3ના એ તેના વચેટીયા દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.18, રહે. જામનગર વાળાને રૂપિયા બે હજારની લાંચ માટેનો હવાલો સોંપ્યો હતો. જેમાં આજે સાંજે વચેટિયો અંબર સિનેમા પાસે દિકોયર પાસેથી રૂપિયા બે હજારની લાંચ લેતા પકડાઈ ગયો હતો. જેને લઈને એસીબીની એક ટુકડી તાત્કાલિક જિલ્લા જેલ પહોંચી હતી અને આરોપી કેલ સહાયકની પકડી પાડ્યો હતો. આ ટ્રેપ જામનગર અને દેવભૂમિ દ્વારકા,
એ.સી.બી. પીઆઈ એ. ડી. પરમાર, તથા સ્ટાફે મદદનીશ નિયામક રાજકોટ એ.સી.બી. એકમ, સુપર વિઝન અધિકારી એચ. પી. દોશીના માર્ગદર્શન હેઠળ પાર પાડી હતી.