જામનગર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા, તાલુકા અને એક સિક્કા નગરપાલિકાનું મતદાન ઐતિહાસિક ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે. જિલ્લાભરમાં નાગરિકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયાના સમય વીત્યાને દશ કલાક બાદ એટલે કે પાંચ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 61.40 ટકા ઉપરાંત મતદાન થયું છે. છ વાગ્યા સુધીમાં હજુ મતદાન ઇવીએમમાં લોક થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.
જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત અને એક નગરપાલિકામા પાંચ વાગ્યા સુધી નીચે મુજબનું વોટિંગ થયું છે.
