જામજોધપુર પોલીસ દફતરના બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ, કારણ છે આવું

0
1415

જામનગર: જામજોધપુર તાલુકાના મોટી ગામ ગામે પાંચ દિવસ પૂર્વે આરઆર સેલ પોલીસે પડેલા જુગારના દરોડાને લઈને સ્થાનિક પોલીસ પર ગાજ વરસી છે. આ દરોડામાં જવાબદાર બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે પાંચ દિવસ પૂર્વે આરઆર સેલ પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ભરત લખમણ નંદાણીયાની વાડીમાંથી વાડી માલિક ઉપરાંત દેવાણદ ઉર્ફે દેવો માલદેભાઈ નંદાણીયા, ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામના દિનેશ ગોરધનભાઈ શીરા, લાલપુર તાલુકાના સણોસરી ગામના ગોવિંદ ભાયાભાઈ ડાંગર, હોથીજી ખાડબા ગામના ભરત કેશુભાઈ ડાંગર, ગોપ ગામના દેવા પેથાભાઈ પાથર, જામનગર ગોકુલનગર વિસ્તારના ભાવેશ રાજુભાઈ વરુ અને ગોપ ગામના કરશન કાળુભાઈ પાથર નામના સખ્સો જુગાર રમતા પકડી પડ્યા હતા. પોલીસે આ સખ્સો પાસેથી રૂપિયા ૨,૫૩,૦૦૦ની રોકડ, પાંચ મોટર સાયકલ, સાત મોબાઈલ સહિત રૂપિયા ૩,૭૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેંજ પોલીસે તમામ સખ્સો સામે જુગાર ધારા મુજબ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરોડાને લઈને સ્થાનિક પોલીસ સામે પગલાની દહેશત આવી પડી હતી. ખાતાકીય તપાસ બાદ ગઈ કાલે જીલ્લા પોલીસ વડા શ્રીમાલીએ બેદરકાર રહેલા પોલીસકર્મીઓમાં રમેશભાઈ બાવળિયા અને એક ખીમસી ડાંગર નામના કોસ્ટેબલને સસ્પેન્ડ કરી દેતો હુકમ  કર્યો છે. જીલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here