જામનગરથી ગાંધીનગર સુધીની ભાજપની નેતાગીરીમાં સોપો, પાટીલનું મોટું નિવેદન, એવું તે શું કહ્યું ?

0
1041

જામનગર : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રવાશે છે. આજે સતત બીજા દિવસે કાર્યકરો અને નેતાઓ સાથે સંવાદ સાધી રહ્યા છે. ત્યારે પાટીલે આજે તમામ ભાજપના નેતાઓને ટકોર કરી ચોકાવી દીધા હતા. ભાજપમાં ચાલી રહેલા જુથવાદને લઈને પ્રદેશ અધ્યક્ષે મોટું નિવેદન કરી જુથવાદ ઉભો કરતા નેતાઓને આગામી સમયમાં ટીકીટ નહી જ મળે તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે.

આજે બીજા દિવસે પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોનું અભીવાદન સ્વીકારી રહ્યા છે. ત્યારે આજે તમામ ભાજપના નેતાઓની હવા કાઢતું નિવેદન આપી તમામને ચોકાવી દીધા છે. ભાજપમાં ચાલી રહેલ જુથવાદને લઈને પાટીલે મોટું નીવેદન આપ્યું હતું કે પાર્ટીમાં કોઈ જુથવાદને સ્થાન જ નથી, જુથવાદ ક્યારેય ચલાવી નહી લેવાય. કોઈ કહે ટીકીટ મળશે તો એ મારા સહિત કોઈને પણ ટીકીટ અપાવી શકે, જૂથવાદ કરી આગળ વધવું અને ટીકીટ મેળવવી શક્ય જ નથી. તમામ કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે, કોઈના જુથમાં જોડાવવાની જરૂર નથી, હું છું ત્યાં સુધી કોઈ જૂથવાદ નહી ચલાવી લઉં, કે જૂથવાદ ચલાવશે તેને ટીકીટ નહી જ મળે એવી તમામ કાર્યકર્તાઓની હાજરીમા ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી નેતાઓ વચ્ચે જુથવાદ ચાલતો હોવાની ચર્ચાઓ અનેક વખત સપાટી પર આવી છે. જામનગરથી શરુ કરી છેક ગાંધીનગર સુધી ભાજપમાં જુથવાદ ચાલે જ છે એવી આજ દિવસ સુધી ચર્ચાઓ જ ચાલતી પણ આજે નવા અધ્યક્ષે ટકોર કરી ભાજપમાં જુથવાદ ચાલે છે એમ મહોરમારી છે સાથે સાથે પક્ષને મજબુત કરવા જે હિત્મ્મ્તભર્યો નિર્ણય કર્યો છે એ નિર્ણયને ગ્રાઉન્ડ ઝીરોના કાર્યકરોએ આવકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here