દ્વારકા : બામણાસા પાટિયા પાસે ગાય સાથે કાર અથડાઈ, બોટાદના યુવાનનું મોત

0
617

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બામણાસા ગામના પાટિયા પાસે પુર ઝડપે દોડતી કાર રસ્તા પર આડે ઉતરેલ ગાય સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું  મૃત્યુ થયું છે. બોટાદ જીલ્લાના મિત્રો દ્વારાકાધીસ દર્શને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાટિયા નજીક બાર દિવસ પૂર્વે જ્યાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો તેની નજીક જ ગઈ કાલે વધુ એક  જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને કારણ પણ એ જ સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગઈ કાલે ત્રણેક વાગ્યે બામણાસા ગામના પાટિયા પાસે પસાર થતી જીજે ૦૩ એચઆર ૪૬૬૫ નંબરની કાર આડે એકાએક કાર આવી જતા કાર ગાય સાથે અથડાઈ ગઈ હતી. જેમાં બોટાદ જિલ્લાના ગઢડા ગામે ઢસા રોડ પર રહેતા મેહુલ લાભુભાઈ બોરીચા ઉવ ૧૮ નામના યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે સુભાષભાઈ કનુભાઈ બોરીચા ઉવ ૨૪ અને યશરાજ ચંદ્રકાન્તભાઈ લાઠીગરા નામના યુવાનને ઓછીવતી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવના પગલે બોટાદના આહીર પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here