‘સાહેબ,ચોર પોલીસ મારા લોહીમાં છે’ રચના નંદાણીયાએ કોને અને કેમ કહ્યું ? જાણો

0
1672

જામનગર : જામનગર મહાનગર પાલિકા અને શહેરના રેકડીઓ સંચાલકો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતા ગજગ્રાહમાં બે મહિલા નગરસેવિકાઓએ જંપલાવી, તંત્રએ જપ્તે કરેલ રેકડીઓ રણચંડી બની છોડાવી લઇ ગઈ હતી. આ બાબતને લઈને આજે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના જ નગરસેવિકા રચના માડમે તડાપીટ બોલાવી હતી.

આજે ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ મળી હતી. જેમાં વિકાસના કામોને મંજુરી અને પ્રશ્નોતરી કાળમાં સતાધારી જૂથ અને વિપક્ષ વચ્ચે લાંબી ખેચતાણ ચાલી હતી. આ કાર્યવાહી દરમિયાન ભાજપના નગરસેવિકાએ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. શહેરમાં રેકડીઓ સંચાલકો અને તંત્ર વચ્ચે કેટલાય સમયથી ચોર-પોલીસ જેવો તાલ જોવા મળી રહ્યો છે. રેકડી સંચાલકોની મજબૂરીને લઈને ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને કોગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીએ કોર્પોરેશન પહોચી જપ્તે કરેલ રેકડીઓ છોડાવી જે તે માલિકોને આપી હતી. આ બાબતને લઈને મહાપાલિકાના વહીવટી તંત્રમાં થયેલ ચહલપહલ બાબતે આજે રચનાબેને બોર્ડ ગજવ્યુ હતું. પોતાના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ગટર-પાઈપ માટે અનેક વખત કહેવા છતાં કામ ન થયું હોવાનું માડમે જણાવી, રેકડીઓના મુદ્દે કમિશ્નરને રોકડું પરખાવી દીધું હતું કે, ‘તમે મારી પર કેશ કરાવવા માંગતા હતા એમ મને ખબર પડી, તો સાંભળી લેજો, સાહેબ ચોર પોલીસ મારા ખૂનમાં છે. રેકડી વાળા બાબતે મારી પર કોઈ એક્શન લેવાશે તો હું તમારી પર ફરિયાદ કરીશ, બાકી બે-ચાર અંદર રહીશ તો મને કોઈ ફર્ક નહિ પડે, ચોર પોલીસ મારા ખૂનમાં છે. એમ કહી રચાનાબેને બોર્ડનો બહિષ્કાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here