જામજોધપુર : પોલીસથી જુગાર દરોડો પાડતા તો પડાઈ ગયો પણ પછી થયા આવા હાલ…

0
3938

જામનગર : જામજોધપુર તાલુકાના સતાપર ગામે સ્થાનિક પોલીસે જુગાર સબંધિત દરોડો પાડી પાંચ મહિલાઓને પકડી પાડ્યા બાદ પાંચ પુરુષ આરોપીઓએ  પોલીસનો રસ્તો રોકી અડચણ ઉભી કરી ઘેરી લેતા પોલીસ પણ થોડીવાર મુસીબતમાં મુકાઈ ગઈ હતી.

જામજોધપુર તાલુકાના સતાપર ગામે ગઈ કાલે સ્થાનિક પોલીસે જુગાર સબંધિત દરોડો પાડ્યો હતો જેમાં મંજુબેન જેરામ પરમાર  નામની મહિલાના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમી રહેલ મકાન માલિક અને તેની સાથેની પ્રતિભાબેન દીપકભાઈ ઘેલોતર, મંજુલાબેન જેમલભાઈ ડોડીયા, જયશ્રી પ્રદીપભાઈ પરમાર અને ટમુબેન અશોકભાઈ ડોડીયા નામની પાંચ મહિલાઓને રૂપિયા ૬૭૩૦ની રોકડ સાથે પકડી પાડી હતી. પોલીસે તમામ કાર્યવાહી પૂર્ણ કરી મકાન બહાર નીકળવા જતા હતા ત્યાં જ હીરેન કિરીટભાઈ રાઠોડ, ભવદીપભાઈ નારણભાઈ ડોડીયા રાહુલ સુરેશભાઈ પરમાર, ચરણ ચોહાણ અને પાછળ થી આવેલ દિવ્યેશ અશોકભાઈ ડોડીયાએ બહાર નહી જવા દઈએ અને રેઇડની કાર્યવાહી નહી કરવા દઈએ એમ કહી તેમ હવે જો અમારા ગામમાં રેઇડ કરવા આવ્યા છો તો તમારી નોકરી રહેવા નહી દઈએ એમ કહી દેકારો બોલાવી ઘેરી લ્યો આ તમામને કહી પોલીસ પાર્ટીની ફરજમાં રુકાવટ કરી હતી. જો કે પોલીસે કોઈને દાદ નહી આપી તમામ મહિલાની ધરપકડ કરી આરોપીઓ સામે ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here