…તો કદાચ જયેશ પટેલ સામેના દસ્તાવેજી પુરાવાઓ ખત્મ થઇ જાત

0
1142

જામનગર અપડેટ્સ : જામનગરમાં આજે સવારે જૂની એસપી કચેરી અને વર્તમાનની શહેર-ગ્રામ્ય ડીવાયએસપીની કચેરીમાં આજે આગની ઘટના ઘટી હતી. એએસપીની ચેમ્બરની દીવાલને સ્પર્શીને આવેલ કોમ્યુટર રૂમમાં આગ લાગી હતી. જો કે ફાયરે ત્વરિત દોડી જઈ આ આગને માત્ર આગ માત્ર છમકલું  સાબિત કરી નિયંત્રણ મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેર ડીવાયએસપી રાજ્યભરના બહુચર્ચિત જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક પ્રકરણની તપાસ ચલાવી રહી છે. આ તપાસને લઈને અહી જ  તમામ દસ્તાવેજી સબુત અહી જ રાખવામાં આવ્યા છે. જો આગ વિસ્તરી હોત તો કદાચ આ સબુત નષ્ટ થઇ ગયો હોત. પણ સદનસીબે આગને બુજાવી દેવામાં આવતા પોલીસને રાહત થઇ હતી.

જામનગરમાં આજે લાલબંગલા પરિસરમાં આવેલ એએસપી (શહેર ડીવાયએસપી) કચેરીના કોમ્યુટર વિભાગમાં આગનું છમકલું થયું હતું. જો કે ફાયરને જાણ કરવામાં આવતા તુરંત આગ પર નીયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું અને મોટી દહેશત સહેજમાં ટળી હતી. કારણ કે જામનગરમાં હત્યા, હત્યા પ્રયાસ, ફાયરીંગ અને ખંડણી સહિતના એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી જમીન માફિયા જયેશ પટેલ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. પોલીસે જયેશના નેટવર્કને નાથવા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી ૧૪ સખ્સોને પકડી પાડ્યા છે. જયારે જયેશ પણ હવે એકાદ વેત દુર છે. આ પ્રકરણની તપાસ એએસપી કરી રહ્યા છે. આજે જ્યાં આગ લાગી તે જ કચેરીમાં આ પ્રકરણ અંગેના તમામ કાગજી પુરાવાઓ રાખવામાં આવ્યા છે. જો આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોત તો કદાચ આ કેસ સબંધિત દસ્તાવેજી પુરાવાઓને અશર થાત પરંતુ સદનસીબે આવું ન બનતા પોલીસને પણ નિરાંત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here