જામનગર : બે શખ્સોએ કર્યું એવું કામ કે વૃદ્ધને લાગી આવ્યું, ભર્યું આવું પગલું

0
351

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના હાપા ગામે એક પ્રૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમનું હોસ્પિટલના બિછાને મૃત્યું નિપજ્યું હતું. હાપા ગામના બે શખ્સોએ ખોડીયાર મંદિર ચોક પચાવી પાડવાનો પ્રયાસ કરતા પ્રૌઢે આ પગલુ ભરી લીધુ હોવાનું જાહેર થયું છે. પોલીસે આ બનાવ અંગે વિવિધવત ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર તાલુકા મથકથી સાત કિ.મી. દૂર આવેલા હાપા ગામે ખોડીયાર મંદિર ચોક ખાતે હરિભાઇ વાલાભાઇ છૈયા (ઉ.વ.52) નામના પ્રૌઢે ગત તા.21મી ના રોજ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન તેમનું સારવાર હેઠળ મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક હરીભાઇના પુત્ર દિનેશભાઇ એ પંચકોષી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પી.એમ. વિધિ પાર પાડી આગળની કાર્યવાહી કરી હતી. પુત્ર દિનેશભાઇએ પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરમાં નોંધાવેલા નિવેદન મુજબ હાપા ગામમાં આવેલ ખોડીયાર મંદિર ચોક ગામમાં જ રહેતા ભનાભાઇ રાણાભાઇ અને વનરાજભાઇ લોખીલ નામના બે શખ્સો પચાવી પાડવા માંગતા હતા.જે હરીભાઇથી સહન ન થતા તેઓએ અંતિમ પગલુ ભરી  લીધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે વિધિવત ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ બનાવને અકસ્માતે મોત ગણ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here