લવ સ્ટોરીનો કરુણ અંત : જેની સાથે પ્રેમ કર્યો, ભાગીને લગ્ન કર્યા એ જ પતીએ યુવતીની હત્યા નીપજાવી

0
920

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે બે દિવસ પૂર્વે પત્નીને ગળેટુપો આપી પતાવી દીધા બાદ શ્રમિક પતિ તેના શ્રમિક સાસરિયાઓ સાથે પણ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. ઘરેથી ભાગીને યુવતીએ જેની સાથે લગ્ન કર્યા એજ પતીએ ગળેટુપો દઈ તેણીને પતાવી દીધી હોવાનો પીએમ રીપોર્ટમાં બહાર આવતા પોલીસે નરાધમ સખ્સ સામે હત્યા સબબ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

જામનગર જીલ્લામાં પારિવારિક સબંધ કલેસમાં હત્યાનો  વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામે મનસુખભાઈ અકબરીની વાડીમાં મજુરી કામ કરતા રાજુભાઈ વેસ્તાભાઈ ભીંડેની નજીકમાં આવેલ ડાંગરા ગામે પતિ સાથે મજુરી કામ કરતી બહેનનો ગળેટુપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગઈ કાલે દંપતી સુઈ ગયા બાદ રાત્રે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સવારે પત્ની જમકુંબેન ઉવ ૨૪ મકાન બહાર લટકતી હોવાની જાણ પતી કેરુંભાઈએ તેણીના પરિવારજનોને કરી હતી. જેને લઈને હરીપર ગામે મજુરી કરતો ભાઈ રાજુ અને તેના મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી એક બહેન અહી આવ્યા હતા અને ડાંગરા ગામે પહોચ્યા હતા. રાત્રે સુઈ ગયા બાદ સવારે આ ઘટના સામે આવી હોવાનું રાજુભાઈના બનેવીએ તેઓને જણાવ્યું હતું. પરંતુ તેણીની હાલત નિહાળી તેઓની મૃત્યુ અંગે શંકા ગઈ હતી. જેને લઈને તેઓએ પોલીસને જાણ કરી હતી. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી.

એમપીશાહ મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં કરવામાં આવેલ પીએમમાં યુવતીની ગળેટુપો આપી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સહુકાર બનતા તેણીના પતિ કેરુંભાઈની  પોલીસે વિશેષ પૂછપરછ કરી હતી, જેમાં પડી ભાંગી આખરે પોતે જ પત્નીને ગળે ટુપો આપી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. નાનીનાની વાતે બંને વચ્ચે ઝઘડાઓ થતા ઉગ્ર બની ગયેલ પતિએ પત્ની જમકુબેનની નિર્મમ હત્યા નીપજાવી હોવાનું પ્રથમ રટણ કર્યું હતું. પરતું પોલીસ કડક બનતા આરોપી ભાંગી પડ્યો હતો અને સાસરિયાઓ પાસેથી વધારે રૂપિયા પડાવવા માટે સતત તે દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમ લગ્ન કર્યાબાદ એક લાખ રૂપિયા સાસરિયાઓ પાસેથી પડાવી પણ લીધા હતા. વધુ રૂપિયા માટે તે દબાણ કરતો હતો. રૂપિયા ના આવત તેણીને પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. પરિવારને ગુમરાહ કરવા અને શંકા ન જાય તે માટે તે સ્થળ પર હાજર રહ્યો હતો. જો કે હત્યારા પતિની આ સ્ટોરી ઉઘાડી પડી જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્વાહી હાથ ધરી છે.

બહેનની હત્યા નીપજાવવા બદલ રાજુભાઈએ બનેવી સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા-તાલુકાના પાનગુડાના શ્રમિક રાજુભાઈને પરિવારમાં ત્રણ ભાઈઓ અને બે બહેનો છે. બે ભાઈઓ પરિવાર સાથે ધ્રોલ તાલુકામાં મજુરી કામ કરવા આવ્યા છે.  બે બહેનો પૈકી એક બહેન મધ્યપ્રદેશમાં જ સાસરે છે. જયારે મૃતક જમકુ બહેને દોઢ વર્ષ પૂર્વે હત્યારા કેરું સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી તેણીનો પરિવાર સાથેનો સંબંધ છૂટી ગયો હતો. જો કે આવી ઘટના ઘટી જતા હત્યા પતીએ સાસરિયા પક્ષને જાણ કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ લગ્ન કરનાર બહેનના જીવનનો કરુણ અંત આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જીલ્લામાં પારિવારિક સબંધ કલેસમાં હત્યાનો  વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામે મનસુખભાઈ અકબરીની વાડીમાં મજુરી કામ કરતા રાજુભાઈ વેસ્તાભાઈ ભીંડેની નજીકમાં આવેલ ડાંગરા ગામે પતિ સાથે મજુરી કામ કરતી બહેનનો ગળેટુપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગઈ કાલે દંપતી સુઈ ગયા બાદ રાત્રે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સવારે પત્ની જમકુંબેન ઉવ ૨૪ મકાન બહાર લટકતી હોવાની જાણ પતી કેરુંભાઈએ તેણીના પરિવારજનોને કરી હતી. જેને લઈને હરીપર ગામે મજુરી કરતો ભાઈ રાજુ અને તેના મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી એક બહેન અહી આવ્યા હતા અને ડાંગરા ગામે પહોચ્યા હતા. રાત્રે સુઈ ગયા બાદ સવારે આ ઘટના સામે આવી હોવાનું રાજુભાઈના બનેવીએ તેઓને જણાવ્યું હતું. પરંતુ તેણીની હાલત નિહાળી તેઓની મૃત્યુ અંગે શંકા ગઈ હતી. જેને લઈને તેઓએ પોલીસને જાણ કરી હતી. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી.

એમપીશાહ મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં કરવામાં આવેલ પીએમમાં યુવતીની ગળેટુપો આપી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સહુકાર બનતા તેણીના પતિ કેરુંભાઈની  પોલીસે વિશેષ પૂછપરછ કરી હતી, જેમાં પડી ભાંગી આખરે પોતે જ પત્નીને ગળે ટુપો આપી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. નાનીનાની વાતે બંને વચ્ચે ઝઘડાઓ થતા ઉગ્ર બની ગયેલ પતિએ પત્ની જમકુબેનની નિર્મમ હત્યા નીપજાવી હોવાની આરોપીએ પ્રથમ કબુલાત કરી હતી. પરતું પોલીસ કડક બનતા આરોપી ભાંગી પડ્યો હતો અને સાસરિયાઓ પાસેથી વધારે રૂપિયા પડાવવા માટે સતત તે દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમ લગ્ન કર્યાબાદ એક લાખ રૂપિયા સાસરિયાઓ પાસેથી પડાવી પણ લીધા હતા. વધુ રૂપિયા માટે તે દબાણ કરતો હતો. રૂપિયા ના આવત તેણીને પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. સાસરિયા પરિવારને ગુમરાહ કરવા અને શંકા ન જાય તે માટે તે સ્થળ પર હાજર રહ્યો હતો. જો કે હત્યારા પતિની આ સ્ટોરી ઉઘાડી પડી જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બહેનની હત્યા નીપજાવવા બદલ રાજુભાઈએ બનેવી સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા-તાલુકાના પાનગુડાના શ્રમિક રાજુભાઈને પરિવારમાં ત્રણ ભાઈઓ અને બે બહેનો છે. બે ભાઈઓ પરિવાર સાથે ધ્રોલ તાલુકામાં મજુરી કામ કરવા આવ્યા છે.  બે બહેનો પૈકી એક બહેન મધ્યપ્રદેશમાં જ સાસરે છે. જયારે મૃતક જમકુ બહેને દોઢ વર્ષ પૂર્વે હત્યારા કેરું સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી તેણીનો પરિવાર સાથેનો સંબંધ છૂટી ગયો હતો. જો કે આવી ઘટના ઘટી જતા હત્યા પતીએ સાસરિયા પક્ષને જાણ કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ લગ્ન કરનાર બહેનના જીવનનો કરુણ અંત આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here