જામનગર : દૂધ લેવા જતી વખતે રસ્તા પરના પથ્થર બન્યા બાઈક ચાલકના મોતનું કારણ, આવો છે બનાવ

0
730

જામનગર : દોઢ માસ પૂર્વે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વેરાડ ગામનો બાઈક ચાલક યુવાન રસ્તા પર પડેલ પથ્થરના કારણે અકસ્માતગ્રસ્ત બન્યો હતો. લાંબી સારવાર બાદ યુવાને દબ તોડી દીધો છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટિયા પાસે આ કરુણ ઘટના ઘટી હતી. જેમાં ગત તા. ૨૦/૭/૨૦૨૦ના રોજ ગામના પાટિયા આગળ પુલના લાલપુર તરફના છેવાળા પાસે રાત્રે સાડા નવ વાગ્યે એક મોટરસાયકલ આડે ત્યારે પથ્થર આવતા અકસ્માત થયો હતો. મોટરસાયકલ સ્લીપ થઇ જતા ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા ચાલક અરવિંદ ડાયાભાઈ પરમાર ઉવ ૪૦ ને ગંભીર ઇજાઓ પહોચી હતી. માથાના પાછળના ભાગે તથા ડાબા હાથમા ઇજા પહોચતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુર પોલીસે આ બનાવ અંગે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દોઢ માસ પૂર્વે ભોગગ્રસ્ત યુવાન વેરાડ ગામેથી દુધ લેવા માટે ગોપ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે યુવાનના પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here