જામનગર : જામનગરમાં લાલપુર બાયપાસ નજીક રહેતા એક શિક્ષકે તેની સાથે જ મૈત્રી કરાર કરી રહેતી યુવતી પર બળજબરી આચરી માર મારી તેણીની ઈચ્છા વિરુધ શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજારતા વધુ એક વખત શિક્ષણ જગતમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. મહિલા પોલીસે મહિલાનો કબજો સંભાળી મેડીકલ કરવા અને આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવવા સહિતની તજવીજ શરુ કરી છે. આરોપીએ મૈત્રી કરાર તોડી નાખવા માંગતો હોય તેની સામે તેણીની આ સબંધો જાળવી રાખવા ઈચ્છતી હોવાથી આરોપીએ બદ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર શિક્ષણ જગત માટે વધુ એક નાલેશીભરી ઘટના સામે આવી છે. ધુતારપરના શાળા સંચાલક અને આચાર્યનું પ્રકરણ હજુ તાજું જ છે ત્યાં વધુ એક બીભત્સ ઘટના સામે આવતા જીલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. જેની વિગત મુજબ, લાલપુર બાયપાસ રોડ, મારૂ કંસારા હોલની પાછળ,મંગલધામ સોસાયટીમાં ખોડલ એપાર્ટમેંટની બાજુમાં આવેલ શુભમ રેસીડેન્સીમાં એ વિંગમા રહેતી એક યુવતી સાથે શિક્ષક યોગેન્દ્ર લાખાભાઈ મકવાણા લાંબા સમયથી મૈત્રી કરાર કરી રહેતા હતા. દરમિયાન ગઈ કાલે તેણીનીએ સીટી એ ડીવીજન પહોચી સાથે રહેતા મિત્ર શિક્ષકે પોતાની પર બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજારી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ તેણીની સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતો હોય, સમય જતા આરોપી શિક્ષકને મૈત્રી કરાર રદ કરવો હોય જે તેણીને માન્ય ન હતું.
દરમીયાન ગત તા. ૧ લીના રોજ સવારના ભાગે બંને પોતાના રહેણાંક મકાને સાથે જ હતા ત્યારે આરોપીએ તેણીને ધાક ધમકી આપી, ઝાપટો મારી, તેનીને પછાડી દઈ, તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેણીનું મેડીકલ પરીક્ષણ હાથ ધરી મેડીકલ કરાવવા અને આરોપીનો કબજો સંભાળી કોવીડ ટેસ્ટ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.