જામનગર : આ ગામમાં દેશી રિવોલ્વરનો છે જખીરો, આટલા હથિયાર પકડાયા, હજુ પકડાશે ?

0
928

જામનગર : લાલપુર તાલુકાના નવાગામે સીમ વિસ્તારમાંથી સતત બીજા દિવસે વધુ એક દેશી રિવોલ્વર સાથે મેઘપર પોલીસે એક સખ્સને પકડી પાડ્યો છે. ગઈ કાલે જામનગર એલસીબીએ એક સખ્સને દેશી રીવોલ્વર સાથે આંતરી લીધા બાદ આજે મેઘપર પોલીસે વધુ એક સખ્સને દબોચી લઇ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હજુ પણ આ ગામમાં હજુ પણ વધુ હથિયાર હોવાની પોલીસ આશંકા સેવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવા ગામે ઉગમણી સીમમાં  ગઈ કાલે એલસીબી પોલીસે દરોડો પાડી એક સખ્સને પકડી પડ્યો હતો. પોલીસે આ સખ્સના કબજામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્તુશ કબજે કર્યા હતા. વિરમ મેરામણભાઈ મોઢવાડિયા નામના સખ્સની એલસીબીએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સખ્સ હથિયાર ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી તેની પાસે છે આ બાબતનો તાગ મળે તે પૂર્વે જ મેઘપર પોલીસે આજે ફરી વખત નવાગામમાં ઉગમણી સીમમાં દરોડો પાડી રાજેશ ઉર્ફે રાજુ ગીગા મોઢવાડિયા નામના સખ્સને આંતરી લીધો હતો અને તેના કબ્જામાંથી પણ એક દેશી રિવોલ્વર અને બે જીવંત કારતુસ કબજે કર્યા હતા. પોલીસે આ સખ્સની પૂછપરછ હાથ ધરી છે. સતત બીજા દિવસે બીજું હથિયાર અને કાર્તીશ મળી આવતા પોલીસે આ બંને પ્રકરણના તાર એક બીજા સાથે મળતા હોવાની આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ગામમાં અન્ય સખ્સો પાસે પણ હથિયારો હોવાની પોલીસને આશંકા છે. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here