વડાપ્રધાન મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, જાણો કોને કર્યું અને કેમ ?

0
765

જામનગર : દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થઇ ગયું હોવાની બાબત સામે આવી છે. આ બાબતની પુષ્ટિ ખુદ વડાપ્રધાનના ટ્વીટર હેન્ડલર પર કરવામાં આવી છે.

ડીજીટલ ટેકનોલોજી ક્યારેય સુરક્ષિત ન હોય શકે એમ એક જાણીતા ટેકનોક્રેટ કહી ચુક્યા છે ત્યારે વધુ એક વખત આ બાબત સત્ય સાબિત થઇ છે. આ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ ઝપટે ચડ્યું છે. Narendramodi_in નામની વડાપ્રધાનની વેબ સાઈટનું ટ્વીટર  હેક કરી હેકરે લખ્યું છે કે હું તમને બધાને અપીલ કરું છું કે કોવીડ-૧૯ માટે બતાવવામાં આવેલ પીએમ મોદી રીલીફ ફંડમાં દાન કરો’ આ દાનની રકમ ક્રીપ્ટો કરન્સીમાં માંગવામાં આવી હતી. જો કે થોડી જ વારમાં આ ટ્વીટ ડીલીટ પણ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હેકરે બીજી ટ્વીટ કરી લખ્યું કે આ એકાઉન્ટ જોક વિકએ હેક કર્યું છે અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. જો કે આ એકાઉન્ટ ક્યારે હેક થયું તેના  વિષે કઈ લખવામાં આવ્યુ નથી. આ એકાઉન્ટ hckindia@tutanota.com સાઈટ પરથી હેક કરાયું છે. ભારતીય ટેકનીકલ ટીમ હેકરની તપાસમાં લાગી છે. ક્રીપ્ટો કરન્સીમાં માંગવામાં આવેલ દાનની રકમ મેળવવા માટે હેકરે કદાચ હેકિંગ કર્યું હોય એમ જાણકારોએ મત વયકત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here