જામનગર : બાળક ધૈર્યરાજસિંહની વ્હારે આવ્યા સાંસદ પૂનમબેન માડમ

0
430

જામનગર: અસાધ્ય બીમારી સામે જંગી ખર્ચને લઈને ગુજરાતભરમાં બાળક ધૈર્યરાજસિંહ પ્રત્યે સવેદનાઓની હેલી ઉપડી છે. સ્પાઈનની બીમારી સામે 16 કરોડના ખર્ચને એકત્ર કરવા ગુજરાત મેદાને આવ્યું છે.
સાવ સામાન્યથી માંડી ધનાઢય નાગરિકો યથા શક્તિ આર્થિક મદદ કરી રહયા છે. રાજ્યભરમાં સેવાભાવીઓ પોતે જાહેરમાં નીકળી નાગરિકો પાસેથી આર્થિક મદદ માંગી બાળકને નવ જીવન આપવામાં હાથ બટાવી રહ્યા છે. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ બાળ ધૈર્યરાજની મદદે આવ્યા છે. સાંસદ માડમે 5૧ હજારની આર્થિક મદદ કરી અન્ય નાગરિકોને પ્રેરણા આપી માનવતા દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here