કિરીટ જોશી હત્યા પ્રકરણ : તમામ લોકો મુક પ્રેક્ષક બની ગયા ને હત્યારાએ વારદાતને અંજામ આપ્યો

0
812

જામનગર : જામનગર શહેરના હાર્દસમા અને ટ્રાફીકથી ધમધમતા ટાઉન હોલ વિસ્તારમાં રાત્રે 9 વાગ્યે સતત ચહલ પહલ વચ્ચે બે હત્યારાઓએ આ ચહલ પહલને અવગણી વકીલ કિરીટ જોશીને થોડી જ સેકન્ડોમાં વેતરી નાખ્યા, આ ઘટનાની શરૂઆતથી લઇ અંતીમ ક્ષણોની દિલધડક વારદાત સામે ચશ્મદીત બનેલા શહેરીજનોએ હત્યારાઓને નહીં પડકારી માનવતા નેવે મુકી દીધી છે. ત્યારે આ બનાવને નજરે નિહાળી મુકપ્રેક્ષક બની ગયેલા એજ નગરજનો સામે પણ શહેરમાંથી આક્રોશ ઉભો થયો હતો.

જામનગરની વચ્ચો વચ્ચે આવેલા ટાઉન હોલ વિસ્તાર દિવસ-રાત ટ્રાફીકથી ધમધમતો હોય છે. ત્યારે પ્રાઇમ ટાઇમની શું વાત કરવી? રાત્રે 9 વાગ્યે આ માર્ગ પર સતત એક તરફો ટ્રાફીક સર્જાય છે. બરોબર રાત્રે 9 વાગ્યે અને 9 મીનીટે વકીલ કિરીટ જોશી જેવા પોતાની ઓફીસ પરીસર બહાર નિકળી પોતાની ગાડી તરફ ગયા કે તુરંત જ હત્યારાએ માત્ર 17 થી 18 સેક્ડમાં આ વારદાનને અંજામ આપી દીધો હતો. માત્ર એક મીનીટની અંદર સમેટાય ગયેલી ઘટનાના સંખ્યાબંધ શહેરીજનો મુકપ્રેક્ષકો બની ગયા હતાં.

 રસ્તે પસાર થતાં રાહદારીઓ, સામેની તરફના દુકાનદારો અને સંખ્યાબંધ વાહન ચાલકોએ અતિ ગંભીર કહી શકાય તેવી ઘટના પોતાની આંખે નિહાળી હતી. છતાં પણ કોઇ ભડવીર હત્યારાઓને પડકાર ફેકવા સામે ન આવ્યો, હત્યારો આરોપી ઉપરા-ઉપરી છરીના પ્રહારો કરતો રહ્યો અને પસાર થતાં વાહન ચાલકો આ કરૂણ નજારો જોતા રહ્યા, જોતજોતામાં બન્ને હત્યારાઓ આ વારદાતને અંજામ આપી રાત્રી અંધકારમાં ઓગળી ગયા, પોતાની સામે થયેલ હિંચકારા હુમલાને લઇને એક પણ શહેરીજને આરોપીને નહીં પડકારતા શહેરના આ ચશ્મદીતો સામે શહેરભરમાંથી રોષ ઉભો થયો હતો આ શહેરીજનો સામે શરમની લાગણી અનુભવી હતી. ઘટના સ્થળે હાજર પૈકીના કોઇ એક ભડવીરે હિંમત દાખવી હોત તો એ જાણીતા વકીલ કદાચ બચી જાત પરંતુ શહેરમાં જાણે માનવતા મરી પરવારી હોય એવો ત્રણ વર્ષ પૂર્વે સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here