જામનગર : પુરુષો તો ઠીક હવે મહિલાઓ પણ પાછળ નથી…જુગાર રમવામાં

0
394

જામનગર : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં અને લાલપુર તાલુકાના પડાણા ગામે બે દરોડા પાડી પોલીસે એક ડઝન સખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જામનગર નજીકના લાલપુર તાલુકાના પડાણા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા બે હજાર ઉપરાંતની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે જામનગરમાં ત્રણ મહિલા સહિતના સખ્સોને પોલીસે રૂપિયા ૧૫ હજારની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામેં જીઓ ટાવર પાસે  શેરીમા અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેને લઈને પોલીસે સ્થળ પર પહોચી જુગાર રમી રહેલ જયેંદ્રસિંહ હરીસંગ ચુડાસમા, જીકુબા હરીસંગ રામસંગ ચુડાસમા, ભાનુબેન શાંતીલાલ નેમચંદ માલદે, સતુબા વાઘજી માલજી ચૌહાણ નામના સખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં આરોપીઓ ગંજીપત્તાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રૂપિયા ૨૧૨૦ની રોકડ સાથે મળી આવ્યા હતા. જયારે શંકરટેકરી, શંકરના મંદીર પાછળ જાહેર રોડ ઉપર જુગાર રમી રહેલ હીનાબેન ઉકોભાઇ જખુભાઇ ચાનીયા, ભાવિષાબેન રજનીભાઇ હીંમતભાઇ વસીયર, ભારતીબેન દીલીપભાઇ હરીભાઇ પાણખણીયા, વસીમ ઉર્ફે કારો બોદુભાઇ બ્લોચ, હીરાભાઇ રાણાભાઇ ઘોડા, જયેન્દ્રસિંહ ગુલાબસિંહ ચૌહાણ, મુંજાભાઇ ખીમાભાઇ ઘોડા નામના સખ્સોને પકડી પાડ્યા હતા. આ તમામ આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા રેઇડ દરમ્યાન કુલ રૂ.૧૫,૨૦૦ ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here