મોરબી : ગામ ગાંડુ કરનાર બોમ્બ પ્રકરણ, આરોપીને ક્યાંથી આવ્યો બોમ્બ બનાવવાનો આઈડિયા, જાણી થશે આશ્ચર્ય

0
484

જામનગર : મોરબીમાં સિરામિક કંપનીના ઉદ્યોગપતીને મોકલવામાં આવેલ બોમ્બ સબંધે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસે બોમ્બ મોકલનાર સખ્સને દબોચી લીધો છે. બેરોજગાર સખ્સે સાઉથની ફિલ્મ જોઈ બોમ્બ બનાવવાનો આઈડિયા પાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.

બે દિવસ પૂર્વે મોરબીમાં સરતાનપર રોડ પર સેટમેક્ષ સિરામિક ફેક્ટરી ધારક  વિનોદભાઈ ભાડજાને આ પાર્સલ આપવાનું છે એમ કહી અજાણ્યો સખ્સ ટાઈમ બોમ્બ જેવું પાર્સલ છોડી ગયો હતો. આ ઘટનાને લઈને દોડધામ મચી જવા પામી હતી. દરમિયાન રાજકોટની ડીબીએસ દ્વારા જે તે પાર્સલને સલામત સ્થળે લઇ જઈ તંગ માહોલ શાંત કર્યો હતો. આ બનાવના પગલે મોરબી અને રાજકોટ જીલ્લાની પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં જે મોબાઈલ પરથી મેસેજ કરવામાં આવ્યો હતો તે નંબર સુધી પહોચતા પોલીસે બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોતાના મોબાઈલથી મેસેજ કરનાર સખ્સ જીતેન બલરામસિંગ લોધી રહે ભોપાલ, એમપી વાળા સખ્સને પોલીસે પકડી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં સાઉથની ફિલ્મ જોઈ નકલી બોમ્બ બનાવવાનો આઈડિયા આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ આઈડિયા માટે વાંકાનેર જઈ એક ઇલેક્ટ્રિક દુકાનમાંથી બેટરી, ટાઈમર ખરીદી હતી જયારે અન્ય દુકાનેથી માર્કર કાગળ સહિતની ચીજવસ્તુઓ ખરીદી લાલ કલરના પેપર રોલમાં રેતી ભરી, બેટરી સર્કીટ અને વાયરના ટુકડાઓ જોડી ટાઈમર ચાલુ કરી ટાઈમ બોમ્બ જેવું બનાવ્યું હોવાનું કબુલ્યું છે. કોઈ કામધંધો ન કરતા સખ્સે બે દિવસ સુધી પોલીસને કામે લગાડી દીધી હતી. આરોપીના જવાબ ગળે ઉતરે એવો ન હોવાથી પોલીસે આરોપીની ઘનિષ્ટ પૂછપરછ કરવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here