જામનગર : કારખાનેદાર, વેપારીઓ પકડાયા જુગાર રમતા, અધધ…રોકડ રકમ મળી

0
763

જામનગર : જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં એલસીબી પોલીસે રેઇડ પાડી એક કારખાના અંદર જુગાર રમતા કારખાનેદાર સહિતના દસ શખ્સોને લાખો રૂપિયાની રોકડ સાથે પકડાયા છે.

જામનગરના પોલીસ અધિક્ષક  શરદ સિંઘલની સુચના તથા એલ.સી.બી.ના પીઆઈ એમ.જે.જલુ માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ. કે.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,  દરમ્યાન એલ.સી.બી.ના પ્રતાપભાઇ ખાચર, દીલીપભાઇ તલાવડીયા, તથા સંજયસિંહ વાળા ને હકિકત મળેલ કે, જામનગરના દરેડ જી.આઇ.ડી.સી. ફેસ-૨ ના કારખાનેદાર ઉતમ ઉર્ફે ગૌતમ પટેલ પોતાના કબજા-ભોગવટાના કારખાનામાં જુગાર રમાડે છે તેવી હકિકત મળી હતી.

આ હકીકતના આધારે રેઇડ કરતા તીન પતિનો જુગાર રમતા ઉતમ ઉર્ફે ગૌતમભાઇ વલ્લભભાઇ પટેલ રહે રણજીતસાગર રોડ, જામનગર ૨) ખીમાભાઇ પબાભાઇ ચાવડા રહે સરદારપાર્કર, રણજીતસાગર રોડ, જામનગર ૩) જેશાભાઇ લાખાભાઇ નંદાણીયા રહે સમપર્ણ પાછળ, મયુરવીલા જામનગર ૪) રણછોડભાઇ તરશીભાઇ ધારવીયા રહે ખીમરાણા, મોરાવાડી તા.જી. જામનગર ૫) રજનીભાઇ વલ્લભભાઇ સંધાણી રહે શાંતીનગર શેરી નંબર-૪, જનતા ફાટક પાસે, જામનગર ૬) હિતેશભાઇ મોહનભાઇ ગોહીલ રહે ચોરબેડી તા.લાલપુર જી. જામનગર ૭) જેન્તીભાઇ દેશુરભાઇ ડાંગર રહે ટેભડાગામ તા.લાલપુર જી. જામનગર ૮) અનીલભાઇ પરબતભાઇ ગાગીયા રહે ગોકુલનગર જકાતનાકા પાસે, વિજયનગર જામનગર ૯) વસંતભાઇ ખીમજીભાઇ નકુમ રહે ગોકુલનગર, શીવનગર શેરી-૪ જામનગર ૧૦) કાનજીભાઇ જેઠાભાઇ નડીયાપરા રહે વડાળીયા સિંહણ, તા.ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા નામના શખ્સો રૂપિયા અઢી લાખની રોકડ સાથે પકડાઈ ગયા હતા.

આ કાર્યવાહી પીઆઈ એમ.જે જલુની સુચનાથી તથા પીઆઈ કે.કે.ગોહીલ તથા આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા,અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, દિલીપ તલવાડીયા શરદભાઇ પરમાર,ફીરોજભાઇ દલ, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા,નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here