જામનગર : જામનગરમાં રામેશ્વર ચોકમાં રહેતા એક મહિલાએ પોતાના પતી અને સાસુ-સસરા સામે મારમારી, વધુ દહેજની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પતીએ જુગાર રમવા અને કારખાનું બનાવવા માટે બે દાયકા બાદ પત્ની પાસે દહેજની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં રામેશ્વર ચોક , પ્રશાંત કેબલ પાસે રહેતા પ્રફુલાબેન પરસોતમભાઇ રામજીભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૪૦ નામના પરિણીતાએ તેના પતિ પરસોતમભાઇ રામજીભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૪૦ ધંધો બ્રાસપાર્ટનો, સસરા રામજીભાઇ ગોવિંદભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૫૮ ધંધો બ્રાસપાર્ટનો, સાસુ પાર્વતીબેન રામજીભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૫૫ રહે. બધા:- રહે જામનગર રામેશ્વર પુલીયા પાસે ચામુંડા ક્રુપા મકાન, જામનગર વાળાઓ સામે આઈ.પી.સી. કલમ ૪૯૮એ, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ દ.પ્ર. ધારા ૧૯૬૧ નીકલમ ૪ મુજબ ફરિયાદ નોંધવી હતી. જેમાં આરોપીઓ પતિ ,સાસુ, સસરાએ લગ્ન જીવન દરમીયાન ઘર કામકાજ બાબતે તથા નાની નાની વાતમા વાક કાઢી જગડાઓ કરી, ભુડી ગાળો કાઢી ઢીકા પાટુનો માર મારી તથા જુગાર રમવા માટે તથા બ્રાસપાટનુ કારખાનુ બનાવવા માટે દહેજની માંગણી કરી શારીરીક તથા માનશીક દુખ ત્રાસ આપયો હતો.