શકદાર ચોરનું આઈકાર્ડ જોઈ ગ્રામજનો ચોકી ગયા, આવી છે કહાની

0
612

જામનગર : બનાસકાઠા જિલાના થરાદ તાલુકાના એક ગામમાં ગઈ કાલે ચોરી કરવા આવેલ એક સખ્સને ગ્રામજનોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો છે. જો કે તે પૂર્વે આ ચોરની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી એક આઈકાર્ડ મળી આવ્યુ હતું. આ કાર્ડમાં સંસ્થાનું નામ વાંચી ગ્રામજનો પણ ચોકી ઉઠ્યા હતા.

ગત રાત્રિની થરાદ તાલુકાના નાની પાવડ ગામે એક સખ્સ રાત્રીના ચોરીના ઈરાદે ગામમાં આવ્યો હતો. મોડી રાત્રે ચોરીના આશયથી શંકાસ્પદ હાલતમાં આ સખ્સ ગ્રામજનોની નજરે ચડી ગયો હતો. ચોરી કરવા જ આવ્યો હોવાની પ્રબળ આશંકા સાથે ગ્રામજનોએ આ ચોરને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ સખ્સના પેન્ટના ખિસ્સામાંથી એક આઈકાર્ડ કાઢ્યું હતું.

દિલ્હી ક્રાઈમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાનું આઇકાર્ડ મળી આવ્યું હતું. ભ્રષ્ટાચારચાર સામે કામ કરતી હોય એવી સંસ્થાનું આઈ કાર્ડ જોઈ ગ્રામજનો પણ અચંબામાં પડી ગયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ આ સખ્સને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here