સીએમઓ ગુજરાત ટ્વીટર પર આ શબ્દ પ્રયોગ થતા આ સમાજમાં રોષ

0
688

જામનગર : રાજ્યના મુખ્ય મંત્રીના ઓફીશીયલ સીએમઓ ગુજરાત ટ્વીટર પર આદિવાસી સમાજને લઈને વાપરવામાં આવેલ ચોક્કસ શબ્દને લઈને ફરી વીવાદ સામે આવ્યો છે. રાજ્યભરના આદિવાસી સમૂહોએ વિરોધ દર્શાવી આ શબ્દ હટાવવાની માંગ કરી છે.

રાજ્યના મુખ્ય મંત્રીના ટ્વીટર સીએમઓ ગુજરાત પર વલસાડ જીલ્લાના વનવાસી વિસ્તારમાં જમીન અધિકાર આપવાની માહિતી મુકવામાં આવી હતી જેમાં આદીવાસીઓ માટે વનબંધુ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને આદિવાસી સમાજમાં વિરોધ શરુ થયો છે. અગાઉ પણ આદિવાસી સમૂહોએ આ શબ્દની જગ્યાએ આદિવાસી શબ્દ પ્રયોગ કરવાની માંગ કરી હતી. રાજ્યના મંત્રી ગણપત વસાવા પણ પાઠ્યપુસ્તકમાં આ શબ્દ વાપરવામાં આવતા વિરોધ કરી ચુક્યા છે અને ત્યારબાદ સુધારો પણ કરવામાં આવ્યો હતો. છતાં પણ તાજેતરમાં વધુ એક વખત આ શબ્દનો ઉપયોગ થતા ફરી વખત આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આ શબ્દ પ્રયોગ દ્વારા પોતાનું અને સમાજનું અપમાન થયું હોવાનું આદિવાસી સમાજ દ્વારા લાગણી દર્શાવવામાં આવી છે. ફરી આ શબ્દની જગ્યાએ આદિવાસી શબ્દ પ્રયોજવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here