નવાગામ છે કે મીરઝાપુર ? વધુ ત્રણ હથિયાર પકડાયા, ૭ દિવસમાં કુલ આંક આવો છે

0
798

જામનગર : જામનગર નજીકના લાલપુર તાલુકાના નવાગામમાંથી મેઘપર પોલીસે આજે વધુ ત્રણ હથિયાર પકડી પાડ્યા છે. આરોપી વિરામે વાડીમાં સંતાડેલા ત્રણ હથિયારો કાઢી આપ્યા છે. જેમાં એક પીસ્તોલ અને એક રિવોલ્વરનો સમાવેશ થાય છે. નવાગામ હવે મિરઝાપુર થવા જઈ રહ્યું  હોય તેમ છેલ્લા સાત દિવસમાં દશ હથિયાર પકડાયા છે.

આરોપી વિરમ મેરામણભાઈ ઓડેદરાને એલસીબીએ પકડ્યો હતો ત્યારની તસ્વીર

જામનગર જીલ્લાનું એક એવું ગામ છે જે યુપીના મિરઝાપુર બનવા જઈ રહ્યું છે. જી હા ગામ છે લાલપુર તાલુકાનું નવાગામ, અહી સાત દિવસ પૂર્વે એલસીબીએ વિરમ મેરામણ ઓડેદરા નામના સખ્સને એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તુશ સાથે પકડી પાડયો હતો. દરમિયાન મેઘપર પોલીસની તપાસમાં આ ગામમાં હથીયારોનો ઝખીરો મળી આવ્યો હતો. બે દિવસ પૂર્વે મેઘપર પોલીસે નવાગામની ઉગમણી સીમમાં ડેરાછીકારી તરફ જતા કાચા રસ્‍તે બેઠા પુલ પાસેથી સુરેશ સુઘાભાઇ ગોરાણીયા નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી પોલીસે રૂપિયા ૬૦ હજારની કિંમતની ત્રણ પિસ્તોલ અને બે જીવંત કાર્તુશ કબજે કર્યા હતા. આ હથિયાર પકડાયાના ચાર દિવસ પૂર્વે એલસીબીએ હથિયાર સાથે પકડી પાડેલ વિરમભાઇ મેરામણભાઇ મોઢવાડીયા પાસેથી ખરીદ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે.

સાત  દીવસ પૂર્વે એલસીબીએ વિરમને રૂપિયા દશ હજારના એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તીશ સાથે પકડી પાડયા બાદ મેઘપર પોલીસે રાજેશ ઉર્ફે રાજુ ગીગા મોઢવાડિયા, નીલેશ ઉર્ફે પોપટ લખમણ મોધાવાડીયા, સુરેશ ગોરાણીયાને પકડી પાડ્યા હતા. જેમાં રાજુની પૂછપરછ દરમિયાન તેના ઘરમાંથી વધુ એક પિસ્તોલ મળી આવી છે. જેને લઈને પાંચ દિવસમાં સાતમું  હથિયાર પકડાયું હતું. પોલીસે તમામની પાસેથી હથિયાર કબજે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ તમામ હથિયારો રમધ્ય પ્રદેશથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મેઘપર પોલીસે વિરામને પકડી પાડી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.રિમાન્ડ દરમિયાન આ સખ્સે વધુ કબુલાત કરતા મેઘપર પોલીસ આરોપીને સાથે રાખે તેની વાડીએ પહોચી હતી. જ્યાં વિરમે ખાતરના ઢગલામાં સંતાડેલા ત્રણ હથિયાર કાઢી આપ્યા હતા. જેમાં એક રીવોલ્વર અને બે પિસ્તોલનો સમાવેશ થાય છે. પોલીસને હજુ પણ વધારે હથિયારો મળી આવવાની આશા છે જેને લઈને વધુ પૂછપરછ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે દેશી હથિયારો માટે યુપીનું મિરઝાપુર વખણાય છે ત્યારે આ પ્રકરણના તાર એમપી સુધી પહોચ્યા છે.

આ કાર્યવાહી મેઘપર પીએસઆઈ ડીએસ વાઢેર, એએસઆઈ માંડણ વસરા, ધાના મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, સલીમ મલેક, ખીમાભાઈ જોગલ, વીરેન્દ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ ચોહાણ સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here