ખંભાળિયા : પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓનો જુગાર ? એલસીબીને સોંપાઈ તપાસ, જુઓ વાયરલ વિડિઓ

0
4422

જામનગર:દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ મથકનો એક વીડિયો વાયરલ થયો છે…જેમાં સાડા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મીઓ પન્ના ટીચતા આબાદ કેદ થઈ ગયા છે…જો કે પોલીસ કર્મીઓ જુગાર રમતા હતા કે કેમ ? એ બાબત તો તપાસનો વિષય છે પણ હાલ આ વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નવા જિલ્લા પોલીસ વડા આ બાબતની ખરાઇ કરાવે તો વાસ્તવિકતા સામે આવી શકે. બાકી હાલ હાલારમાં આ વિડિઓ સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહ્યો છે.

આ બાબતે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, આ વિડિઓ મહિના પૂર્વનો છે અને ખંભાળિયા પોલીસ દફ્તરનો જ છે. પોલીસે જુગાર દરોડામાં પકડેલા આરોપીઓ પણ નજરે પડે છે. જોકે પોલીસકર્મીઓ જુગાર રમતા હતા કે કેમ તે તપાસનો વિષય છે. હાલ આ પ્રકરણ એલસીબીને તપાસ સોંપવામાં આવી છે એમ એસપીએ ઉમેર્યું છે.
હાલ આ વિડીઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વિડિઓ વાયરલ થતા જ ખંભાળિયા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જુઓ વિડિઓ…આ લિંક પર ક્લિક કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here