જામનગર : જામનગરમાં કન્યા શાળામાં નોકરી કરતી એક શિક્ષિકાએ તેના પતિ સામે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતી દ્વારા આપવામાં આવતો ત્રાસ અસહ્ય બની જતા તેણીએ આખરે પોલીસનો સહારો લઇ ન્યાયની માંગણી કરી છે.
જામનગરમાં આવેલ એક કન્યા શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા સાથે તેના અમદાવાદ રહેતા પતિએ લગ્ન જીવનના ગાળા દરમિયાન દુખત્રાસ આપી અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. સમય જતા પતિએ તેણીની સામે શંકા વહેમ રાખીને અવારનવાર ઝઘડો પણ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ તેણીનો જે પગાર આવે છે તે પગારની માંગણી તેમજ પગારનો હિસાબ માંગીને પતિએ ત્રાસ આપવો શરુ કરતા તેણીની દુખી દુખી ગઈ હતી. ધીરે ધીરે ત્રાસ ઓછો થવાને બદલે વધતો જ ગયો, જેને લઈને શિક્ષિકાએ આખરે પતિ સામે વટવા અમદાવાદ પોલીસ દફતરમાં સ્ત્રી અત્યાચાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઈ કાલે શનિવારે શિક્ષક દિવસે જ શિક્ષિકાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનવાને લઈને વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.