કાલાવડ : આરએસએસના પીઢ કાર્યકરને ધક્કો મારી પાડી દેતા બે સખ્સો, તંગદીલી, સાંસદ અને dysp દોડ્યા

0
1149

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે રહેતા અને આરએસએસના પ્રખર કાર્યકર એવા ભાનુદાદા પર હુમલો થતા જ સનસનાટી મચી જવા પામી છે. શાખા દરમિયાન જ અમુક સખ્સો સાથે કોઈ બાબતે થયેલ બોલાચાલીને લઈને બે સખ્સોએ ધક્કો મારી ભાનુભાઈને પાડી દીધાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતા જ જામનગરથી ડીવાયએસપી દેસાઈ સહિતનો કાફલો કાલાવડ પહોચ્યો છે. આ બનાવ ને પગલે સાંસદ માડમ પણ અત્યારે દોડ્યા છે.

તાજેતરમાં સાંસદ પુનમબેન માડમે કાલાવડ પ્રવાસ દરમિયાન દાદાની મુલાકાત લઇ ચર્ચાઓ કરી હતી ત્યારની તસ્વીર

સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં રહી પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા કાલાવડના ભાનુભાઈ પરશોતમભાઈ પટેલ (ભાનુદાદા) પર આજે જામનગર રોડ પર આવેલ દવાખાનાની સામેના ગ્રાઉન્ડમાં બેઠેલ બે મુસ્લિમ સખ્સોને જતા રહેવાનું કહેતા બંનેએ બોલાચાલી કરી હતી. જેના જવાબમાં ઉસ્કેરાયેલ બંને સખ્સોએ દાદાને ધક્કો મારી દેતા ભાનુદાદા પડી ગયા હતા અને મુંઢ ઈજા પહોચી હતી. આ બનાવની જાણ કાલાવડથી જામનગર અને જામનગરથી છેક ગાંધીનગર સુધી થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે ડીવાયએસપી કૃણાલ દેસાઈ તાત્કાલિક કાલાવડ પહોચ્યા હતા. ઘટનાના પગલે કાલાવડમાં આરએસએસ અને સ્થાનિક ભાજપનાં કાર્યકરો એકત્ર થઇ ગયા હતા અને દાદાને હોસ્પિટલ લઇ જવાયા હતા. બે મુસ્લિમ સખ્સોની સંડોવણી સામે આવતા કાલાવડમાં તંગદીલી ફેલાઈ હતી. સંઘ અને ભાજપના અમુક આગેવાનો  રાત્રે જ પોલીસ દફતર પહોચ્યા હતા. આ બનાવને પગલે સાંસદ પૂનમ માડમ પણ મોડી રાત્રે કાલાવડ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બંને સખ્સોને મેદાનમાંથી જતું રહેવાનું કહેતા બંને ઉસ્કેરાઈ ગયા હતા અને ધક્કો મારી દઈ ભાનુદાદાને પાડી દીધા હતા. આ બાબતે મોડી રાત્રે જ ફરિયાદ નોંધવા તજવીજ શરુ કરવામાં અને આરોપીઓને પકડી પાડવા કવાયત શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાનુદાદાએ આરએસએસના એવા પીઢ કાર્યકર છે જેને વડાપ્રધાન મોદી પણ સમયાંતરે હાવભાવ પૂછે છે. તેઓએ પોતાનું સમગ્ર જીવન આરઆરએસ પાછળ ખર્ચી નાખ્યું છે. ગત સપ્તાહે જ સાંસદ પૂનમબેન માડમે કાલાવડ ખાતે દાદાના નિવાસ સ્થાને તેઓની સાથે મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here