જામનગર : હળવદના હેડ કોન્ટેબલ વતી લાંચ લેતો જામનગરનો વચેટીયો પકડાયો, બંનેની ધરપકડ, આવો છે કિસ્સો

0
835

જામનગર અપડેટ્સ : જામનગર એસીબીએ આજે બપોરે આઈટીઆઈ નજીક ટ્રેપ ગોઠવી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના હેડ કોન્ટેબલવ વતી લાંચ લેતા એક સખ્સને પકડી ઉઠવી લીધો છે. દારુ કેસમાં નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા પકડી પાડ્યો છે. બીજી તરફ હેડ કોન્ટેબલને પણ મોરબી એસીબીએ ઉઠાવી જામનગર એસીબીને સોંપ્યો છે.

મોરબી જીલ્લાના દારુ પ્રકરણમાં જામનગરના એક સખ્સની સંડોવણી ખુલતા હેડ કોન્ટેબલ પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલા ઉર્ફે પટેલભાઈ વર્ગ ત્રણનાઓએ તપાસ શરુ કરી હતી. જેમાં જામનગરના સખ્સને આ ગુન્હામાં નામ નહી ખોલવાના અવેજ પેટે રૂપિયા ૭૦ હજારની માંગણી કરી હતી. થોડી રકજક બાદ મામલો રૂપિયા ૪૦ હજાર પર આવ્યો હતો. જામનગરના સખ્સને આ રૂપિયા પણ આપવા ન હોય તેથી તેઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસીબી પીઆઈ એ ડી પરમાર સહિતની ટીમે આજે જામનગર ખાતે આઈટીઆઈના ગેઇટ પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. બીજી તરફ મોરબી એસીબીની ટીમે હળવદના હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલની ધરપકડ કરી જામનગર એસીબીને હવાલે કર્યા છે. એસીબીની ટીમે બંનેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here