VIDEO : કોર્પોરેટર અસલમ ખીલજીની બર્થ ડે પાર્ટીનો વિડીઓ વાયરલ, કોરોનાને લઈને કોર્પોરેશન ગજવનાર ખુદ બેદરકાર

0
1519

જામનગર : જામનગર મહાનગર પાલિકાના નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીના જન્મદિવસની ઉજવણીનો વિડીઓ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બહોળા મિત્ર વર્તુળ વચ્ચે નગરસેવકે બે કેક કાપી પોતાના બર્થ ડેની સાનદાર ઉજવણી કરી છે. આ પાર્ટીમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનના ધજાગરા ઉડી ગયા, પાર્ટીમાં હાજર નગરસેવક સહિત એક પણ વ્યક્તિના ચહેરા પર માસ્ક જોવા મળતું ન હતું. પાર્ટી હોય એટલે સ્વાભાવીક છે કે સામાજિક અંતરની તો વાત જ ન કરવી, જન્મદિવસની ઉજવણી કર્યા બાદ ઉજાણીનો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ એ જ નગરસેવક છે જેઓએ કોરોનાને લઈને ચર્ચા કરવા જનરલ બોર્ડની માંગણી કરી હતી અને કોરોને લઈને શહેરની સ્થિતિ અને બેદરકાર તંત્ર પણ બરાડા પાડી બોર્ડ ગજાવ્યું હતું ત્યારે પોતાની કોઈ નિયમ જ લાગુ ન પડતો હોય તેમ જન્મ દિવસની ઉજવણી કરી છે. હવે જોવાનું એ રહ્યું કે સતાધારી પક્ષનો ઉધડો લેનાર નગરસેવક સામે સતાધારી જૂથ કેવું વલણ અપનાવે છે અને કોરોનાને લઈને જાહેરનામાંનું પાલન કરાવતી પોલીસ પણ કેવી કાર્યવાહી કરે છે એ સમય જ કહેશે…..

અમદાવાદના ભાજપના નગરસેવકે જન્મદિવસની પાર્ટીની કરેલી ઉજવણી બાદ વાયરલ થયેલ વિડીઓને લઈને કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને ફરિયાદ નોંધવા પણ દબાણ કરાયું હતું. ત્યારે જામનગરના કોંગ્રેસના નગરસેવક દ્વારા પોતાના જન્મ દિવસની કરેલી ઉજવણીનો  વિડીઓ વાયરલ થયો છે. જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજીએ તાજેતરમાં પોતાના જન્મ દિવસની ઉજવણી કરી કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. આ વિડીઓ સામે આવતા હવે કોગ્રેસ બેકફૂટ પર ધકેલાયો છે. સતાધારી જૂથ દ્વારા બે માસ પૂર્વેના જનરલબોર્ડમાં કોરોના સબંધિત ચર્ચા જ ન કરતા વિપક્ષ દ્વારા રીક્વીજીટ બોર્ડ બોલાવી સતાધારી જૂથને કોરોનાં સબંધિત પરિસ્થિતિને લઈને વિશેષ ચર્ચા માટે વિશેષ બોર્ડના આયોજનની ફરજ પડી હતી. અમદાવાદમાં ભાજપના નગરસેવકના જન્મદિવસની પાર્ટી બાદ વિવાદ થતા પોલીસ ફરિયાદ સુધી મામલો પહોચ્યો હતો. અહી નગરસેવક અસલમ ખીલજી સામે ફરિયાદ થાય કે ન થાય એ અગત્યનું નથી  પણ કોરોના જેવી ગંભીર સ્થિતિમાં પોતાની જવાબદારી સમજવાને બદલે પાર્ટીની ઉજાણી કરી શહેરની સભ્ય સોસાયટીને કયો મેસેજ પાસ કરે છે ? આમ દિવસોમાં શહેરની સુખાકારી માટે સતત કાર્યશીલ રહેતા નગરસેવકની કરણી કથની કેમ જુદી પડી ગઈ તે વિષય છે. ખરેખર તો નગરસેવકે જ પોતાની જવાબદારી સમજી જન્મદિવસની ઉજાણી મોકુફ રાખી સમાજને પોજીટીવ મેસેજ આપી કોરોનાકાળમાં પોતાની જાગૃતતા દર્શાવી શકતા હતા પણ અફસોસ એવું ન બન્યું,

કોરોનાને લઈને સૌથી વધુ કાર્યરત એવા મહાનગરપાલિકાના નગરસેવકે ખુદની બર્થ ડે પાર્ટીમાં માર્ગદર્શિકાના ઉડાવ્યા ધજાગરા…..જુઓ વિડીઓ…

જામનગર : કોરોનાને લઈને સૌથી વધુ કાર્યરત એવા મહાનગરપાલિકાના નગરસેવકે ખુદની બર્થ ડે પાર્ટીમાં માર્ગદર્શિકાના ઉડાવ્યા ધજાગરા…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here