જામનગર : જામનગર એલસીબીએ ભાવનગરનો બાળક અપહરણકારને દબોચ્યો

0
1908

દિવાળીના દિવસે ભાવનગરથી બાળકનું અપહરણ કરી જામનગર આવી પહોંચેલ શખ્સને એલસીબીએ પકડી પાડી બાળકને છોડાવ્યો હતો.

ગત તા.૦૪/૧૧/૨૦૨૧ ના રોજ દીવાળી ના દિવસે બપોરના સાડા ત્રણેક વાગ્યે ભાવનગર શહેરના ચીત્રા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતા ગીતાબેન કમલેશભાઇ છગનભાઇ સોંલકીના ૮ વર્ષના માસુમ પૂત્ર હીરેનનું અપહરણ થયું હતું. ફટાકડા લઇ આપવાના
બહાને લલચાવી ફોસલાવી તેના માતા-પિતાની કાયદેસર વાલીપણામાંથી કોઈ શખ્સ ભગાડી
અપહરણ ગયેલની ફરીયાદ નોંધી ભાવનગર જીલ્લા પોલીસે તમામ જિલ્લાની પોલીસને અવગત કરી હતી.

આ ફરિયાદને લઈને જામનગર પોલીસ વડા દીપન ભદ્રને એલસીબીને સચેત કરી હતી. દરમિયાન એલ.સી.બી. પીઆઇ એસ.એસ.નિનામા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પીએસઆઈ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા. તથા બી.એમ.દેવમુરારી નાઓ સાથે તહેવારો સંર્દભે ગુન્હાઓ બનતા અટકાવવા માટે રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ-વોચમાં સક્રિય હતા.

દરમ્યાન જામનગર એસ.ટી. ડેપોમાં એક શખ્સ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે. અને કોઇ બસમાં જવાની બદલે છેલ્લા દસ-બાર કલાક થી ડેપોમાં બેસેલ છે અને તેની પાસે રહેલ છોકરો સતત રડે છે. આવી હકીકત કોઈએ પોલીસને ફોન કરી આપતા રાત્રી દોઢેક વાગ્યે એલસીબીએ આ દિશામાં કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમે એસટી ડેપો પહોંચી શકિતરાજ હોટલના પાછળના ભાગે એસ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ પાસે અપહરણ થયેલ માસુમ બાળક હીરેન ઉ.વ. ૮ અને તેનું અપહરણ કરનાર આરોપી રસીદ ઇકબાલભાઇ હાલા, ઉ.વ. ર૪, રહે. જંગલેશ્વર તવકલ ચોક, બાબા પાનની દુકાન સામે, રાજકોટ વાળો મળી આવ્યો હતો. એલસીબીએ તુરંત ભાવનગર પોલીસને જાણ કરી હતી જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામનગર આવી અપહરણકાર અને અપહૃત બાળકને લઈને પરત ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here