કાલાવડ : પ્રેમ લગ્ન કરનાર યુવાનના પિતાની હત્યાનો પ્રયાસ

0
1134

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા (ભલસાણ) ગામે જરખો સીમમા રહેતા પરબતભાઇ ઉર્ફે પબો લાખાભાઇ આણદભાઇ વાઘેલા ઉ.વ.૬૫ નામના રબારી વૃદ્ધ પર લાખા આણદ સોલંકી તથા કારા આણદ સોલંકી રહે-બન્ને બેરાજા (ભલસાણ) ગામ તથા વાલા કરસન ભીત રહે-સરાપાદર ગામ તથા એક શરીરે લાલ કલરનો શર્ટ પહેરેલ એક અજાણ્યા સખ્સ સહિત ચાર સખ્સોએ હુમલો કર્યો હતો. લોખંડના પાઈપ સાથે ઘસી આવેલ ચારેય સખ્સોએ આડેધડ માર મારી વૃદ્ધને બંને પગ અને હાથના ભાગે ફેકચર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. વૃદ્ધની હત્યા નીપજાવવાનું કાવતરું રચી આવેલ સખ્સોએ એવો ઘાતક હુમલો કર્યો હતો જેમાં વૃદ્ધના પગના બે કટકા કરી નાખવામાં આવ્યા હતા. આ વારદાતને અંજામ આપી આરોપી નાશી ગયા હતા. જયારે વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા.

આ બનાવ અંગે સારવાર લીધા બાદ વૃદ્ધે ચારેય સખ્સો સામે ફરિયાદ નોંધી  હતી. ઘાયલ વૃદ્ધનો દીકરો પ્રવિણને આરોપી લાખા અને કારાની સગી ભાણેજ ભાવના સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ પ્રવીણ તથા ભાવનાએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. આ બાબતના મનદુઃખને લઈને ગઇ તારીખ-૦૧/૧૦/૨૦૨૧ ના રોજ આરોપીઓએ વૃદ્ધના મોટા દિકરા ભગવાનજી ઉર્ફે ભગો વાડીએ જતો હોય ત્યારે તેને રોકી લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કરી, માર મારી ડાબા પગમા તથા જમણા હાથની આંગણીમા ફેક્ચર સહિતની ઈજાઓ પહોચાડી હતી આ બાબતે પરબતભાઇ વાઘેલા એ જ આરોપીઓ સામે ધોરણસરની ફરીયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ આરોપીઓ અવાર નવાર વૃદ્ધ અને તેના પરીવારના સભ્યોને ભાવનાબેનને પરત સોપવા બાબતે ધાક ધમકીઓ આપતા રહ્યા હતા.

જો કે વૃદ્ધ અને તેના પરિવારે આરોપીઓની ભાણેજ ભાવનાબેનને પરત નહી સોપતા તમામ આરોપીઓએ વૃદ્ધને જાનથી મારી નાખવાના ઇરાદે, ગુનાહીત કાવતરૂ રચી, એક સંપ કરી, લોખંડના પાઇપ જેવા જીવલેણ હથીયારો ધારણ કરી વાડીમા ઘુસી જઈ લોખડના પાઇપ વડે ચારેય આરોપીઓએ આડેધડ માર મારી, માથાના ભાગે જીવલેણ પ્રહાર કરતા વૃદ્ધે બન્ને હાથ આડા રાખતા ડાબા હાથે કલાઇના ભાગે લોખંડનો પાઇપ વાગતા ફેક્ચર થયું  હતું. જયારે જમણા હાથે પોચાના ભાગે લોખંડનો પાઇપ વાગતા લોહી લુહાણ થઇ ગયા હતા.  આરોપીઓએ જમણા તથા ડાબા બન્ને પગે નરાના ભાગે લોખંડના પાઇપ વડે બે બે ધા મારી, ડાબા પગમા નરાના ભાગે ફેક્ચર ઇજા કરી પગના કટકા કરી નાખ્યા હતા. જયારે ડાબા પગના નરાના ભાગે પાચ ટાકા જેવી ગંભીર ઇજાઓ કરી, વાસાના ભાગે તથા શરીરે લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ગંભીર ઇજાઓ પહોચાડી આરોપીઓએ જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૧૨૦(બી), ૪૪૭, ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here