જામનગર : જામનગર નજીકની મહાકાય રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારી સાથે સોશિયલ મીડિયા દ્વારા સબંધ બાંધી મોહજાળમાં ફસાવી ફાફડું અગ્રેજી બોલતી કથિત સોફિયા નામની લંડનની યુવતી અને તેની ટોળકી રૂપિયા ૧૪.૪૫ લાખની છેતરપીંડી આચારી ગયા હોવાની વિગતો સામે આવી છે. કઈ રીતે રિલાયન્સ કર્મચારીને સીસામાં ઉતર્યા આ યુવતીએ અને પાછળથી મેદાનમાં આવેલ ટોળકીએ સામે આવ્યા વગર જ કેવી રીતે લાખો રૂપિયા પડાવી લીધા ? વિસ્તારથી જાણીએ શું છે ઘટના,
જામનગર નજીકની રિલાયન્સ કંપનીમાં આવેલ ટાઉનશીપમાં રહેતા અને કંપનીના ડોમેસ્ટિક ટેરેફિક એરિયા પેટકોક ગેસીફીકેશન મોડ્યુલ ત્રણમાં નોકરી કરતા આશિષ છગનભાઈ સાકરિયા નામના કર્મચારીને ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયાના પોતાના ઇન્સટાગ્રામ એકાઉન્ટમાં લંડનથી સોફિયા નામની એક યુવતીનો હાઈ-હેલ્લોનો મેસેજ આવે છે. દરમિયાન બંને વચ્ચે આત્મીયતા વધે છે. અને એક-બે દિવસે ચેટ થતી રહેતી હતી. એક દિવસે સોફિયા પોતાની કાકીના મેરેજમાં લંડનથી પેરીસ જઈ રહી છે એમ કરી આશિષભાઈને પગની સાઈજ અને સુઝ ગીફ્ટ આપવા હોવાથી માહિતી આપવા કહ્યું હતું. પ્રથમ ના પાડ્યા બાદ યુવતીએ પોતાની મમ્મીએ આપેલ સંસ્કારની વાત કરતા આશિસભાઈએ વિગત આપી હતી.
ત્યારબાદ યુવતીએ કહ્યું હતું કે તમારા સરનામે એક ગીફ્ટ મોકલી છે, જેમાં સુટકેટ અંદર રૂપિયા ૪૦૦૦૦ ડોલર હોવાનું કહી ઇન્ડિયન કસ્ટમ કલીયરન્સ પેટે જે રકમ આવે તે ભરી દેવાની સલાહ આપી હતી. સમય જતા દિલ્લીથી કસ્ટમના નામે જુદા જુદા વ્યક્તિઓએ ફોન કરી, બેંક એકાઉન્ટ આપી કટકે કટકે જુદા જુદા બહાના બતાવી રૂપિયા ૧૪.૪૫ લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા.
એ ઠગ ટોળકીએ હજુ બધું ૩૯ હજારની માંગણી કરતા આશિષભાઈએ સોફિયાનો સંપર્ક કર્યો હતો, સોફિયાએ આશીસભાઈને મુર્ખ કહેતા તેઓ સમજી ગયા હતા કે તેની સાથે મોટું ફ્રોડ થયું છે. જેને લઈને તેઓએ મેઘપર પોલીસ દફતરમાં આ બનાવ અંગે કથીત સોફિયા નામની મહિલા અને તેની ટોળકીના અજાણ્યા સખ્સો સામે છેતરપીંડી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સ્થાનિક પોલીસ અને સાયબર સેલ પોલીસે ઠગ ટોળકી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.