જામનગર : આખરે યુપીએસસીએ આજે ફાઇનલ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં રાજ્યના તેર ઉમેદવારોએ મેદાન માર્યું છે. એમાંય સાતમા ક્રમે ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર જીપીએસસી ઓઆસ કરી હાલ ડે. કલેકટર તરીકે ફરજ બજાવે છે.
આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) દ્વારા ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ જીવાણી કાર્તિક દેશમાં 84મો ક્રમ ધરાવે છે. જ્યારે બીજા ક્રમે પાસ થનાર અગ્રવાલ જીતેન્દ્ર દેશમાં 128માં ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત અકારશી જૈન રાજ્યમાં ત્રીજા અને દેશમાં 140 ક્રમે, ઉમેશ પ્રસાદ ગુપ્તા રાજ્યમાં ચોથા અને દેશમાં 162માં ક્રમે પાસ થયા છે. જ્યારે રાજ્યમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે ઉત્તીર્ણ થયેલ ડોબરિયા ચિંતન દેશમાં 376 અને સિંઘ પ્રભાત દેશમાં 377મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે બારોટ હિરેન રાજ્યમાં સાતમા અને દેશભરમાં 538માં ક્રમે, પરમાર પિન્કેશ કુમાર રાજ્યમાં આઠમા અને દેશમાં 575 ક્રમે, જ્યારે રાજ્યમાં નવમા ક્રમે રહેલા રામચંદ્ર જાખરને દેશમાં 605મો ક્રમ અને દસમા નંબરે રહેલારૂપેલા સંદીપને દેશમાં 701માં ક્રમે પાસ થવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં અગિયારમા નંબરે રહેલા ખંડારે પ્રદન્યાને દેશમાં 719મો ક્રમ મેળવવામાં અને રાજ્યમાં બારમાં ક્રમે રહેલા અગજા પ્રણવને દેશમાં 755મો ક્રમ તેમજ રાજ્યમાં તેરમાં નંબરે પાસ થયેલ પ્રિયાંક ગલચરને દેશમાં 799મો નમ્બર મેળવ્યો છે.
પાસ થયેલ તમામ ઉમેદવારોએ અમદાવાદ સ્પીપામાં તાલીમ મેળવી છે. જેમાં સાતમા ક્રમે ઉત્તીર્ણ થયેલ હિરેન બારોટ મૂળ અમદાવાદમાં રહે છે અને હાલ સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી કરે છે.