જામનગર : આ સખ્સે ઘરમાં જ જુગાર રમાડવાની વ્યવસ્થા કરી ત્યાં LCBએ રોન કાઢી

0
609

જામનગર : શહેરમાં શરુ શેકસન રોડ પર આવેલ રાજનગર વિસ્તારમાં બંધ બારણે રમાતા તીન પતીના જુગાર પર એલસીબી પોલીસે દરોડો પાડી પાંચ સખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

શહેરમાં સીટી સી ડીવીજન પોલીસ વિસ્તારની હદમાં આવતા શરૂ સેકશન રોડ રાજનગરમાં રહેતો કિશોરગર ઉર્ફે છોટુમારાજ હેમગર ગોસાઇ નામનો બાવાજી સખ્સ પોતાના મકાનમાં બહારથી જુગાર રશીકો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં મકાન અંદર જુગાર રમી રહેલા મકાન માલિક ઉપરાંત નિર્મળસિંહ દેવુભા જાડેજા રહે. વાડીનાર પ્રાથમીક શાળાની સામે તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા, ચેતન મનસુખભાઇ મધોડીયા જાતે સતવારા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.આમરા તા.જી જામનગર, અમીત શીરાજભાઇ ચારણીયા રહે.ખોડીયાર કોલોની આદર્શ સોસાયટી જામનગર, પ્રફુલસિંહ મોતીભા જાડેજા જાતે ગીરા ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.ખોડીયાર કોલોની મધુરમ એપાર્ટમેન્ટ સોઢા સ્કુલ ની બાજુમાં જામનગર, અમીર સદરૂદીન ઇશાણી જાતે ખોજા ઉ.વ.૪૨ ધંધો.વેપાર રહે.નીલકમલ સોસાયટી શે.નં.૬ ખોડીયાર કોલોની પાછળ જામનગર, અને શબીર ઇશાક ખીરા જાતે સુમરા ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.કોટા ગામ તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા નામના સખ્સોને આંતરી લીધા હતા. પોલીસે તમામ સખ્સોના કબ્જામાંથી રૂપિયા ૭૭૫૦૦ની રોકડ કબજે કરી હતી આ ઉપરાંત પોલીસે બે મોટર સાયકલ પણ કબજે કર્યા હતા. પોલીસે મકાન માલિક બાવાજી સખ્સ સહિતનાઓની ધરપકડ કરી સીટી સી ડીવીજન પોલીસને હવાલે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here