પકડવા છે ભૂંડ, રાખવી છે પિસ્તોલ,આ પાજીની આવી છે કહાની

0
969

જામનગર : જામનગર એસઓજી પોલીસે એક સરદારજીને આંતરી લઇ તેના કબ્જામાંથી એક પિસ્તોલ કબજે કરી છે. ભૂંડ પકડવાનો ધંધો કરતા આ પાજી પાસે થી સાત જીવંત કાર્ટુશ પણ મળી આવ્યા છે.

મૂળ વડોદરાના અને હાલ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગુલાબનગર ફરેણી બસ સ્ટેશન સામે રહેતો માનસિંઘ ઉધમસિંગ સિકરીકર નામનો ભૂંડ પકડવાનો ધંધો કરતો શખ્સ જામનગરમાં હાપા વિસ્તારમાં કારના શો રૂમ પાસે દેશી પિસ્તોલ સાથે ઉભો હોવાની હકીકત એસઓજીના દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ દેરવાડિયા અને અરજણભાઈ કોડિયાતરને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આ શખ્સને દબોચી લીધો હતો. જેમાં પોલીસે આરોપીની ઝડતી લેતા તેના કબ્જામાંથી રૂપિયા 30 હજારની એક દેશી પિસ્તોલ અને પાંચ જીવંત કાર્ટુશ મળી આવ્યા હતા. જેથી એસઓજીએ આ શખ્સની અટકાયત કરી હતી. આ પિસ્તોલ ક્યાંથી, કોની પાસેથી, ક્યારે લીધી છે ? હથિયારથી વારદાતને અંજામ આપ્યો છે કે કેમ ? સહિતનો તાગ મેળવવા પોલીસે કવાયત શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here