જામનગર : કલેકટર કચેરીના ગાર્ડ પર આ ત્રણ સખ્સોએ કર્યો હુમલો

0
917

જામનગર : જામનગરમાં કલેકટર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક ગાર્ડ અને એક હોમગાર્ડ જવાન પર બાઈક પર આવેલ ત્રણ સખ્સોને રાત્રે હુમલો કરી ફરજમાં રુકાવટ કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. રાત્રે આવેલ સખ્સોએ અંદર જવાની જીદ કરી ઉસ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો.

જામનગરમાં ગત તા. ૧૯મીના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે શરુ સેક્શન રોડ પર આવેલ કલેકટર કચેરીના ત્રણ નંબરના ગેઇટ પર ફરજ બજાવતા ગાર્ડ ઇમરાનભાઈ શેખએ એક જ બાઈકમાં આવેલ કિશોરસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે ઇસમોએ અંદર જવાની જીદ કરી હતી. પરંતુ રાત્રીનો સમય હોવાથી ગાર્ડએ તેઓને રોક્યા હતા.

દરમિયાન ઉસ્કેરાઈ ગયેલ ત્રણેય સખ્સોએ ગાર્ડની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી, બોલાચાલી કરી ગાળો કાઢી ઇમરાનભાઈને થપ્પડ મારી દીધી હતી, જેને લઈને ફરજ પર રહેલ હોમગાર્ડ હિતેશ ડોડીયા પણ આવી ગયા હતા. આ સખ્સોએ હિતેશભાઈ સાથે પણ બોલાચાલી કરી હતી. આ બનાવ અંગે ઇમરાનભાઈએ ત્રણેય સખ્સો સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ જે મિયાત્રાએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here