કચ્છ : વધુ ૪૨ લાખનો ચરસનો જથ્થો બીનવારસુ મળ્યો

0
567

જામનગર : કચ્છના અખાતના રસ્તે હજુ પણ નસીલા દ્વવ્યોની હેરાફેરી થતી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા દોઢ માસથી કોટેશ્વરથી માંડવી વચ્ચેના દરિયા કિનારેથી સમયાંતરે ચરસનો  જથ્થો મળી રહ્યો છે. આજે બપોરે પણ કોસ્ટ ગાર્ડ દ્વારા વધુ ૪૨ પેકેટ્સ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે સો મણનો સવાલ એ છે કે કચ્છના અખાતમાં આ જથ્થો આવ્યો ક્યાંથી ? કચ્છના અખાતમાં  જખૌથી માંડવી વચ્ચે છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ચરસનો જથ્થો મળવો શરુ થયો છે જે હજુ સુધી અવિરત જ છે.

આજે જખૌ નજીકના કદીયારી ટાપુ પર કોસ્ટ ગાર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કિનારેથી ચરસના ૨૮ પેકેટ્સ મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમે રૂપિયા ૪૨ લાખનો આ જથ્થો કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલા એક માસ ઉપરાંતના સમયગાળા દરમિયાન કોટેશ્વરથી માંડવી વચ્ચેના સમુદ્ર કિનારેથી વીસ કરોડનો ચરસનો જથ્થો મળી આવ્યો છે.

આ જથ્થો મળ્યો છે એટલે એક વાત તો ચોક્કસ છે કે હજુ પણ કેફી પદાર્થોની આંતરરાષ્ટ્રીય હેરાફેરી ચાલુ જ છે. બની શકે વિદેશથી આવતું કે અહીથી વિદેશ જતું કોઈ કન્સાઈન્મેટ ભરેલ જહાજ કોઈ પણ કારણસર કચ્છના અખાતમાં ડૂબી ગયો હોય અને એ વહાણમાનો જથ્થો તરીને કિનારે પહોચી રહ્યો હોય ? તો બીજી તરફ સુરક્ષા એજન્સીની ભીસ વધતા કોઇ પાર્ટીએ જાતે જ જથ્થો ડુબાડી દીધો હોય એવી પણ આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

ડીફેન્સ પીઆરઓના સતાવાર નિવેદન મુજબ આજ દિવસ સુધીમાં એજન્સી દ્વારા કુલ ૧૩૦૦ પેકેટ્સ કબજે કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત આશરે ૧૯૫૦ લાખ થવા જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here