જામનગર : આજથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.બાર જ્યોતિર્લીંગ પૈકીના નાગેશ્વર મહાદેવ સહિત હાલારના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. આજ સવારથી શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પરમ કૃપાળુ ભગવાન શિવની તમામ દેવોમાં ભોળિયા દેવ તરીકે પ્રસ્થાપિત થયા છે. આ એવો ભગવાન છે જેના સ્મરણ માત્રથી ભવો ભવના દુખ દર્દ દુર થઇ જાય છે. આ એવો દેવ છે જેની સમીપ જતા કોઈ ભાવિક આજ દિવસ સુધી નિરાશ થયો નથી.
તમામ શ્રુષ્ટિના દુઃખહર્તા મહાદેવની આરાધ્યાનો મહિમા એટલે શ્રાવણ મહિનો, આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોટાભાગના શિવાલયો શિવ શિવના નાદથી ગુંજી ઉઠ્યા છે. બાર જ્યોર્તિલિંગમાના એક એવા નાગેશ્વર મહાદેવના ચરણોમાં શિશ જુકવવા આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. જામનગરના કાશી વિશ્વનાથ મહારાજથી લઈને નાનામોટા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
કોરોનાની મહામારીને લઈને અનેક શિવાલયો બંધ છે તો મોટાભાગના શિવાલયોમાં સામાજિક અંતર સાથે દર્શન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી કપરી સ્થિતિમાં પણ આગામી એક માસ સુધી ભગવાન શિવની આરાધનામાં હાલાર રત થઇ જશે. આજથી શરુ થતા શ્રાવણ માસમાં ભોળિયાદેવને પ્રાથના છે કે મહાદેવ આ રોગચાળાની વિકટ સ્થિતિમાંથી સમગ્ર સૃષ્ટિને ઉગારો મહાદેવ,